ગોધરા : 2 એપ્રિલ
પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાએ જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાનનું વિમોચન કર્યું હતું. જિલ્લાની લીડ બેન્ક, બેન્ક ઑફ બરોડા દ્વારા રિઝર્વ બેન્કના નિર્દેશ અનુસાર આગામી વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષ માટે રૂ. ૧૫૧૯/- કરોડનો ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અનુસાર જિલ્લાની બધી બેંકો નિર્ધારિત લક્ષ્યોની પ્રાપ્તિ માટે ધિરાણનું આયોજન કરે છે. આ પ્લાનનું વિમોચન જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના વરદહસ્તે બેન્ક ઑફ બરોડાના સહાયક મહાપ્રબંધક શ્રી આદિત્યકુમાર કનૌજીયા, લીડ ડિસ્ટ્રીકટ મેનેજરશ્રી સત્યેન્દ્રકુમાર રાવ, બી.એસ.વી.એસ. ડાયરેક્ટર શ્રી દેવીદાસ દેશમુખ અને નાબાર્ડના ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ મેનેજરશ્રી રાજેશ ભોંસલેની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. આ ડિસ્ટ્રીકટ ક્રેડિટ પ્લાનમાં કૃષિક્ષેત્રે રૂ. ૯૫૦ કરોડ, નાના ઉદ્યોગ ક્ષેત્રે રૂ. ૨૭૧ કરોડ તથા અન્ય ક્ષેત્રોમાં રૂ. ૨૯૮ કરોડના ધીરાણ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે.જે સિધ્ધ કરવા જિલ્લાની તમામ બેંકોને જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.