Home ગોધરા ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશન ગુજરાત રાજ્યના ડી.ડી.ઓ.પી. રાકેશભાઈ રાવ દ્વારા ગોધરા...

ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશન ગુજરાત રાજ્યના ડી.ડી.ઓ.પી. રાકેશભાઈ રાવ દ્વારા ગોધરા ની મુલાકાત લેવામાં આવી.

115
0
ગોધરા : 4 ફેબ્રુઆરી

સમગ્ર ગુજરાત રાજ્યના પ્રોશીકયુશનના વડા કે જેમના તાબા હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના સરકારી વકીલો આવે છે તેમને સૌ પ્રથમ વખત ગોધરાની મુલાકાત લીધી છે અને ગાંધીનગર થી ડી.ડી.ઓ.પી. રાકેશભાઈ રાવે સમગ્ર પંચમહાલ જિલ્લાના તમામ કોર્ટોના સરકારી વકીલો સાથે એક મીટીંગનું આયોજન ગોધરા ખાતે કરવામાં આવ્યું હતું. મીટીંગની શરૂઆત માં જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર દ્વારા ડી.ડી.ઓ.પી રાકેશભાઈ રાવનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગાંધીનગર થી આવેલા એ.પી.પી. કે.એ.સુથારનું પણ પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અને મીટીંગ શરૂ થતાં સરકારી વકીલોને પડતી તકલીફો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને પંચમહાલ જિલ્લાની તમામ કોર્ટો માં ચાલતા કેસોમાં ઝડપી નિકાલ થાય તે માટે તેમના દ્વારા સુચન કરવામાં આવ્યું હતું તથા નામદાર કોર્ટો માં ફરિયાદ પક્ષ નો કેસ યોગ્ય રીતે મુકાય તે માટે પણ સુચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે તકેદારીની મિટિંગમાં પણ‌ હાજર રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here