Home જુનાગઢ જૂનાગઢ સાસણ ગીર ખાતે 20 જેટલા ચિત્રોલા પક્ષી ને ટેગ લગાવી મૂકવામાં...

જૂનાગઢ સાસણ ગીર ખાતે 20 જેટલા ચિત્રોલા પક્ષી ને ટેગ લગાવી મૂકવામાં આવ્યા જંગલ માં

148
0
જૂનાગઢ : 7 માર્ચ

ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ને રી- ઇન્ટ્રોડ્યુસ એટલે કે પુનઃ સ્થાપિત કરવાનું અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનાથી ગીર માં ફરી ચિત્રોલા પક્ષી ની વસ્તી પાછી લાવી શકાય ,20 જેટલા ચિત્રોલા પક્ષી ને અંબાજી નજીક આવેલ બાલારામ વિસ્તાર માંથી અનુભવી ટ્રેપર્સ અને નિષ્ણાંતો ની મદદ થી પકડવા માં આવ્યા અને સાસણ ગીર ખાતે લઇ આવી તેના પગ માં ટેગ મારવામાં આવ્યા હતા તેમાં સૌર ઉર્જા થી સંચાલિત સેટેલાઇટ ડીવાઈઝ પહેરાવાયુ હતું.

અને પગમાં રીંગ પહેરાવવા માં આવી હતી.સોલાર ઉર્જા સાથે ના સેટેલાઇટ ડીવાઈઝ મારફતે ટ્રાન્સમીટર્સ દ્વારા ડેટા મેળવી શકાય છે જ્યારે રીંગ પક્ષી ની ઓળખ માટે પહેરાવવા માં આવી છે જે દરેક રીંગ માં કોડ લખેલો હોય છે આ પક્ષી ને લગાવવા માં આવેલ ટેગ ની ખાસ વાત એ છે કે સૌરાષ્ટ્ર ના પક્ષી વિશેષજ્ઞ ધર્મેન્દ્રસિંહજી રાઓલ અને પક્ષીવીદ્ લવકુમાર ખાચર ની સ્મૃતિમાં ટેગ તૈયાર કરવામાં આવ્યા છે જેમાં ‘ RSD’ અને ‘LK’ લખવામાં આવ્યું છે .આ ટેવ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ના ડાબા પગમાં બાંધવામાં આવ્યા હતા . ગીર માં કુલ ચિત્રોલા પક્ષી ની 10 જોડી એટલે કે 20 પક્ષી ને મૂકવામાં આવ્યા છે અગાઉ અંદાજે 1980 માં 6 થી 8 હોર્નબિલ એટલે કે ચિત્રોલા પક્ષી ને ગીર ના જંગલ માં મુકવામાં આવ્યા હતા જે હાલ ગીર છોડી બહાર ના વિસ્તારમાં જતા રહ્યા હોવાનું અનુમાન લગાવી શકાય છે

આ ચિત્રોલા પક્ષી જંગલ માટે ખુબજ ઉપયોગી પક્ષી ગણી શકાય છે કેમ કે ચિત્રોલા પક્ષી નો ખોરાક કોઈ પણ વૃક્ષ માં ફળ છે એટલે કે વડ ના ટાટા નું ફળ, લીંબડા માં આવેલ લિંબોડી ,ખીજડા માં બી,ગરમાળા ની સીંગ આવા અનેક વૃક્ષ ના ફળો તે ખાય છે પરંતુ આ ફાળો તે બધા જ ખાઇ જતાં નથી તેમાંથી અમુક ફાળો તે પોતાની ચાંચ માં લઇ જંગલ માં આમ તેમ ઊડે છે અને એ ફળ બીજ રૂપે જંગલ માં ફેલાય છે જેથી જંગલ માં વૃક્ષો ઉગી નીકળે છે અને આ રીતે આ પક્ષી જંગલ માં વૃક્ષો વાવવા નું પણ કામ કરે છે

અહેવાલ:  વૈશાલી કગરાણા, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here