Home જુનાગઢ જૂનાગઢ ના ભેસાણ તાલુકા ની સહકારી ખરીદ વેચાણ સંઘ ની પ્રમુખ...

જૂનાગઢ ના ભેસાણ તાલુકા ની સહકારી ખરીદ વેચાણ સંઘ ની પ્રમુખ અને ઉપ પ્રમુખ ચૂંટણી યોજાઈ

174
0
જૂનાગઢ : 8 એપ્રિલ

જૂનાગઢ ના ભેસાણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ ની પ્રમુખ અને ઉપ પ્રમુખ ની મામલતદાર કચેરી ખાતે ચૂંટણી યોજવા મા આવી હતી જેમાં કૉંગ્રેસ ની પેનલ ના પ્રમુખ અને ઉપ પ્રમુખ બિન હરીફ ચૂંટાયા હતા આતકે ભેસાણ કૉંગ્રેસ ની છાવણી માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો સહકારી ખરીદ વેચાણ સંધ ના કોંગ્રેસ ની પેનલ ના પ્રમુખ તરીકે રામજી ભાઈ ભેંસાણીયા તેમજ ઉપ પ્રમુખ તરીકે વજુ ભાઈ મોવલિયા ની બિન હરીફ વરણી કરવા માં આવી હતી જેમાં આ ચૂંટણી ભેસાણ મામલતદાર શ્રી ઝાલા સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજમાઆવી હતી જેમાં કુલ સંધ ના 14 સભ્યો છે જેમાં કોંગ્રેસ ના 10 સભ્યો હાજર રહ્યાં હતાં જેમાં ભેસાણ તાલુકાની કુલ 27 મંડળી આવેલ છે જેમાં ચૂંટાયેલા પ્રમુખ એ એવું આસવાસન આપ્યુ કે આવ નાર દિવસો માં ખેડૂતો માટે બિયારણ તેમજ દવા તેમજ ખેડૂતો ના અને પ્રસનો નો હલ કરવા મા આવશે ખેડૂતો ને કોઈ પણ જાત ની તકલીફ ના પડે તેનું ખાસ ધિયાને રાખવા મા આવશે આતકે જૂનાગઢ જિલ્લા ના કૉંગ્રેસ પ્રમુખ અને ભેસાણ માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન નટુ ભાઈ પોકિયા તેમજ તાલુકા પંચાયતના કૉંગ્રેસ ના પ્રમુખ પતિ ભાવેશભાઈ ત્રાપસીયા તેમજ અમુભાઇ અમરછેડા તેમજ કોંગ્રેસ ના તાલુકાના તમામ આગેવાનો હાજર રહ્યા હતા અને ચૂંટાયેલા પ્રમુખ અને ઉપ પ્રમુખ ને હાર તોરા કર્યા અને એકબીજા ના મો મિઠા કરયા હતા

અહેવાલ: વૈશાલી કગરાણા, જૂનાગઢ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here