Home પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિરાંજલી કાર્યક્રમ આયોજનના ભાગરૂપે યોજાઈ બેઠક

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિરાંજલી કાર્યક્રમ આયોજનના ભાગરૂપે યોજાઈ બેઠક

158
0

પાટણ : 16 મે


પાટણ જિલ્લા ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિરાંજલી કાર્યક્રમ અંતર્ગત આજે પાટણ ભાજપ કાર્યાલય ખાતે મહામંત્રી ભાવેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં કાર્યક્રમના આયોજન અંગે પક્ષના આગેવાનો હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

આગામી ૨૨મી મેના રોજ પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે શહિદોની યાદમાં વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે આજરોજ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખાસ કરીને વિરંજલી કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો પ્રયાસ કરવામાં આવશે આ કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર સાઇરામ દવે સવિશેષ હાજરી આપવાના છે.ત્યારે જિલ્લા વહીવટીતંત્ર અને પાટણ જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ બેઠક માં વિરંજલી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here