Home આણંદ ચરોતર વાસી માટે ખુશી ના સમાચાર હવે 24 કલાક માડી રહેશે CNG...

ચરોતર વાસી માટે ખુશી ના સમાચાર હવે 24 કલાક માડી રહેશે CNG ગેસનો પુરતો જ્થ્થો

163
0

આણંદ: 17 મે


ચરોતર ગેસ સહકારી મંડળી અને ગેઇલ્ કંપની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતા ગેસ પુરવઠા વિવાદ નો અંત આવ્યો છે ગેસ નો પૂરતો જથ્થો ફાડવવામા આવતો ન હોવાથી ગેસ ના વિતરણ માં ગણી મુશ્કેલીઓ આવી રહી હતી . રિક્ષાચાલકો અને cng કર ધારકો ને અપૂરતા જત્થા ને કરને ઘણી અગવડો પડતી હતી. મહત્વની વાત એ છે કે લાંબા સમય ના અંતે ચરોતર ગેસ સહકારી દ્વારા સતત કરવામાં આવેલ રજૂઆત થકી ચરોતર ગેસને પૂરતા પ્રમાણમા જથ્થો ફળવવાનો નિર્યણ લેવામાં આવ્યો છે જેનાથી સ્થાનિક વપરાશ કર્તાઓ માં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે.

ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર એશિયાની એક માત્ર નેચરલ ગેસનું વિતરણ કરતી કો-ઓપરેટીવ સંસ્થા છે. જે સી.એન.જી. અને પી.એન.જી. ગેસનું વિતરણ કરે છે. જેના થકી ૪૨,૦૦૦ થી વધુ ગૃહિણીઓના ચૂલા સળગે છે. ત્રિચકી અને ચાર સક્રી વાહનની લાઇફ લાઇન છે. જે થોડા સમય અગાઉના સમયમાં રશિયા- યુક્રેન યુધ્ધ સહિત વૈશ્વિક કટોક્ટીના કારણોસર ગેસનો પુરતો જથ્થો મળતો ના હોવાથી આમ જનતાને ખૂબ હાલાકી પડી રહી હતી. જેની રજૂઆત ચરોતર ગેસ દ્વારા ઉચ્ચ સ્તરે કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારમાં દેવુસિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી સંચાર, રાજય સરકારમાં લોક લાડીલા સાંસદ મિતેષભાઇ પટેલ (બકાભાઇ), પરિન્દ્ ભગત (કાકુજી), પંકજભાઇ દેસાઇ, મુખ્ય દંડક, વિપુલભાઈ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મંત્રાલયને રજૂઆત કરાઇ હતી. ગઇ કાલે તા.૧૬ ના રોજ થી ગેઇલ લીમીટેડ દ્વારા ગેસનો વધારાનો જથ્થો ચરોતર ગેસને મળવાથી રિક્ષા તેમજ કાર માલિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

જેથી ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડના 4 મધર ગેસ સ્ટેશન વિઠ્ઠલ ઉદ્યોગનર, ગાના, મોગર અને પરવટા ખાતે તેમજ ચરોતર ગેસના ડોટર બુસ્ટર સ્ટેશન લાંભવેલ, ઓડ, વાસદ, ભાલેજ, ગામડી અને જીટોડીયા ના ગ્રાહકોને પડતી હાલાકીમાં સુખદ અંત આવેલ છે. ચરોતર ગેસના ચેરમેન ધર્મેન્દ્રભાઇ જે. પટેલ તથા તમામ ડિરેકટરો દ્વારા તેમના અથાગ પ્રયત્નોથી આ ગેસ મળવાથી લોક લાગણી પ્રસરી ગઈ હતી.

અહેવાલ: પ્રતિનિધિ, આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here