આણંદના તમાકુ વ્યાપારી એસોસિયેશન છેલ્લા ઘણા વર્ષોથી gst વિભાગ ઘ્વારા કરવામાં આવતી હેરાનગતી સામે આણંદ ના અમુલ ડેરી રોડ પર સરદાર પટેલની પ્રતિમાંથી ક્લેકટર કચેરી સુધી રેલી યોજી ક્લેલ્ટર કચેરીમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ સાથે જ આવેદન પત્રમાં gst વીભાગના કર્મીઓ ઘ્વારા તમાકુના વ્યવસાય સાથે જોડાયેલા નાના મોટા વ્યાપારીઓના ઘર, ઓફિસ કે ગોડાઉનમાં ઘુસી જવું મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર જેવા ઉપકરણો છીનવી લેવા cctv બંધ કરી દેવા અને નાની મોટી ક્ષતિયો શોધી અથવાતો સંશોધન ન થયેલ હોય તેવા કાયદાઓ હેઠળ 200% સુધીની પેનલટીની ધમકી આપી ખૂબ જ મોટી લાંચ ની માંગણી કરવા માં આવતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આની સાથે જ તમાકુ ના વ્યાપાર સાથે સંકળાયેલા વ્યાપારીઓ ને આ મુસીબત 2017થી પડતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે “અમને ન્યાય આપો અમે કર દાતા છીએ” “જગતના તાત ને બચાવો” “વ્યાપારી હશે તો ખેડૂત ફાવશે” “વ્યાપારી કર ચોરી નહીં રોજગાર જનરેટ કરે છે” “GST ના અધિકારીઓની દાદાગીરી હટાવો” જેવા સ્લોગનો સાથે તમાકુના વ્યાપારીઓ મેદાને ઉતર્યા છે..
આગામી દિવસોમાં જો gst વિભાગ ઉપર સરકાર ઘ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ખૂબ જ મોટા પાયે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના ટોબેકો એસોસિયેશન એક સાથે મળી gst વિભાગ વિરુદ્ધ મેદાને ઉતરશે તેવી માહિતી પણ ચરોતર તમાકુ વ્યાપારી એસોસિયેશન ના પ્રમુખ પ્રદીપ ઉપાધ્યાય ઘ્વારા આપવામાં આવી હતી. જોકે 2017થી અત્યાર સુધી gst વિભાગના અધિકારીઓ કાયદાને તોડી મરોડી વ્યાપારીઓ સાથે ખૂબ જ મોટી રીશ્વત પડાવી લેતા હોય તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે શું આગામી દિવસોમાં સરકાર ઘ્વારા નિર્મિત gst વિભાગ પર સરકાર તપાસ બેસાડી ને કોઈ કાર્યવાહી કરશે કે વ્યાપારીઓ એ આગળ આવીને acb ના સહારે જવાની ફરજ પડશે તે તો સમય બતાવશે પરંતુ જો ખરેખર માં વ્યાપારીઓ ઘ્વારા acb માં ફરિયાદ કરવામાં આવે તો gst વિભાગના બાબુઓ પણ બીજી વખત કોઈને ખોટી રીતે હેરાન કરતા અટકી શકે છે.