Home ગોધરા ગોધરા શહેરમાં આવેલ કલરવ સ્કૂલ ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત સાહિત્ય સંગીત સમારોહ...

ગોધરા શહેરમાં આવેલ કલરવ સ્કૂલ ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત સાહિત્ય સંગીત સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો

161
0
ગોધરા : 22 ફેબ્રુઆરી

ગોધરા શહેરમાં આવેલ કલરવ સ્કૂલ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને કુમાર આર્ટસ ફાઉન્ડેશનના ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસને લઇને માતૃભાષા મહોત્સવ અંતર્ગત સાહિત્ય સંગીત સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેકટર ઉત્સવ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં દાહોદ રોડ પર આવેલ કલરવ શાળા ખાતે ગાંધીનગરની સાહિત્ય અકાદમી અને કુમાર આર્ટસ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી સંદર્ભે રાજ્યમાં આજે ૫૧ જગ્યાએ સંગીત સાહીત્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પૈકી ગોધરા ખાતે માતૃભાષા મહોત્સવ અંતર્ગત સાહિત્ય સંગીત સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે અમદાવાદ દૂરદર્શન કેન્દ્રના સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેકટર ઉત્સવભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લાના કુમાર જૈમિની શાસ્ત્રી,મહેશ પટેલ, મોહસીન મિર, રાજેશ વણકર,મહેન્દ્ર પરમાર અને જીબિશા પરમાર જેવા ખ્યાતનામ કવિઓ અને કવયિત્રી ઉપસ્થિત રહ્યા હતા,

ગોધરા ખાતે યોજાયેલા સાહિત્ય સંગીત સમારોહ કાર્યક્રમમાં જાણીતા લોક સાહિત્યકાર નિર્મલદાન ગઢવીએ પોતાની કવિતાઓ દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા, તો દૂરદર્શન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેકટર ઉત્સવ પરમાર દ્વારા પોતાના પ્રાસંગિક ઉદબોધન દરમ્યાન ભાષાનું મહત્વ સમજાવતા ગુજરાત સરકારના ગુજરાતી ભાષા માટેના લેવાયેલા સરકારના પગલાંને વધાવ્યો હતો.આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુજલ મયાત્રા તેમજ જિલ્લાના વિવિધ કવિઓ અને કવયિત્રીઓ સહિત સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here