Home ગોધરા ગોધરા શહેરના BRGF ભવન ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નમો કિસાન પંચાયત...

ગોધરા શહેરના BRGF ભવન ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમ

163
0
ગોધરા : 5 માર્ચ

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરના BRGF ભવન ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા નમો કિસાન પંચાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં ભાજપના કિસાન મોરચાના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં ૧૮ થી ૩૫ વર્ષની વય ધરાવતા સરપંચ અને ખેડૂતોને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું,

સાથે જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ ભાજપ કિસાન મોરચાના હોદેદારો દ્વારા પંચમહાલ જિલ્લાના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ખેડૂત આગેવાનો તરફથી પ્રદેશના હોદ્દેદારો દ્વારા જરૂરી સૂચનો મેળવવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ગોધરા ધારાસભ્ય સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here