Home ગોધરા ગોધરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીના જન્મદિવસ નિમિત્તે મેડિકલ,વેક્સીનેશન કેમ્પ અને સેવાકીય પ્રવૃત્તિઓનું...

ગોધરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજીના જન્મદિવસ નિમિત્તે મેડિકલ,વેક્સીનેશન કેમ્પ અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન.

141
0
ગોધરા : 2 માર્ચ

પંચમહાલ ગોધરા વિધાનસભા ના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીનો જન્મદિવસ શિવરાત્રી ના શુભ દિવસે હતો. ગોધરા તાલુકા ભાજપા અને વિવિધ સમાજ, સંસ્થાઓ અને સંગઠનો દ્વારા તેઓનાં જન્મદિન નિમીતે શુભેચ્છા મુલાકાત કરી, કેક કાપી અને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ધઆયુ ની શુભેચ્છાઓ. શુભકામનાઓ પાઠવેલ હતી.

ગોધરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેલોલ, સાંપા, ઓરવાડા PHC સેન્ટર, પટેલવાડા ગોધરા અર્બન સેન્ટર, ખાડી ફળીયા અર્બન હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ/વેક્સીનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ શ્રી ઉપસ્થિત રહી આંગણવાડી આશા બહેનો,તેડાઘર બહેનો ને પ્રશસ્તિ પત્ર તથા સાડી આપી સન્માન કર્યું.

ગોધરા તાલુકા અને શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે, બક્ષી પંચ મોરચા દ્વારા સિવિલ હોસ્પિટલ ગોધરા અને એસ.ટી મોરચા દ્વારા બહેરા મુંગા વિધાલય ખાતે ફ્રુટ વિતરણ અને કિસાન મોરચા દ્વારા પરવડી ખાતે ગૌ માતાને ઘાસ વિતરણ કરવામાં આવ્યું હતું.

ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ ગોધરાના ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ વી.ચૌહાણ અને કમીટી સભ્યશ્રીઓ દ્વારા તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને અવિરત સફળતાના શિખરો પ્રાપ્ત કરે તે માટે જન્મદિવસે શુભેચ્છા સંદેશ પાઠવેલ.

ધારાસભ્ય શ્રી દ્વારા શિવાલયની મુલાકાત લઈ શિવસવારીમાં જોડાયા હતા અને વિવિધ મંદિરોની મુલાકાત કરી સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરેલ હતા. અને પોતાના જન્મદિન ને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવાનાર તમામનો સહદયપુર્વક આભાર વ્યક્ત કરેલ.

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા
Previous articleશિવરાત્રીએ સોમનાથમાં આઠ જેટલા ભંડારા ઘમઘમતા થયા, બપોર સુઘીમાં અડઘા લાખ ભાવિકોએ ફરાળાહાર પ્રસાદીનો લ્‍હાવો લીઘો
Next articleપંચમહાલ જિલ્લાના હાલોલ શહેરનાં રહીશોએ કલેકટર ને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here