Home ક્રાઈમ ગોધરા પંચમહાલ જિલ્લા ખાતે તેમજ તેની આસપાસના જિલ્લાઓમાં એક ખાસ આરોપીઓની ગેંગ...

ગોધરા પંચમહાલ જિલ્લા ખાતે તેમજ તેની આસપાસના જિલ્લાઓમાં એક ખાસ આરોપીઓની ગેંગ (gang) સક્રિય

159
0
ગોધરા : 2 ફેબ્રુઆરી

છેલ્લા કેટલાક સમયથી ગોધરા પંચમહાલ જિલ્લા ખાતે તેમજ તેની આસપાસના જિલ્લાઓમાં એક ખાસ આરોપીઓની ગેંગ (gang) સક્રિય થઇ હતી કે જે પોતાનો આર્થિક લાભ મેળવવા જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ કરતી હતી. આ ગેંગના તમામ સભ્યો ગોધરા શહેરના રહેવાસીઓ છે. અને તેઓ તેમની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈપણ ભોગે ચાલુ રાખવા માટે પ્રયત્નશીલ હતા. જે માટે તેઓએ ઓર્ગેનાઇઝ્ડ સીન્ડીકેટ (organized syndicate) ની ટોળકી બનાવી આમ જનતા ઉપર હુમલા કરી તેમને સીધી કે આડકતરી રીતે ડરાવી-ધમકાવી દબાણ માં રાખી તેમજ સરકારી કર્મચારીઓને તેમની ફરજ ન બનાવવા દેવા તેમના ઉપર ગેરકાયદેસર મારક હથીયાર ધારણ કરી જીવલેણ હુમલા પણ કર્યા હતા અને સરકારી તેમજ ખાનગી મિલકતોને નુકસાન કરતા હતા. તેમજ કાયદો અને વ્યવસ્થા વિક્ષેપિત કરી આવી આતંકી પ્રવૃત્તિ આદરી સમાજમાં પોતાની ગેંગ ના નામ નો ભય ફેલાવી તેમની ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવાની પ્રવૃત્તિ છેલ્લા દશેક વર્ષ થી ચાલુ હતી.

આ ગેંગનો આતંક દૂર કરવા તેમજ તેના વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવા પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા તેમજ પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ દ્વારા જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેના આધારે નાયબ પોલીસ અધિક્ષક સી. સી. ખટાણા ગોધરા વિભાગ દ્વારા સંગઠિત ટોળકીના તમામ સભ્યોને ઓળખી કાઢી તેમના છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન કરેલા તમામ ગુનાની સંપૂર્ણ વિગતો મેળવી The Gujarat control of Terrorism And Organised (G.C.T.O) 1 2015 ની કલમ -૩(૧) ની પેટા (૨) તથા કલમ ૩(૨) તથા કલમ ૩(૪) મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નાયબ પોલીસ અધિક્ષક સી. સી. ખાટાણા નાં જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લા તેમ જ તેના આજુબાજુના વિસ્તારમાં એક ગેંગ સક્રિય થયેલી જે ઓર્ગેનાઈઝ્ડ સિન્ડિકેટ તરીકે કામ કરી રહી હતી. લોકોની અંદર ભય બેસાડી તેમજ સરકારી કર્મચારીઓ ને ધાક-ધમકી આપી આજુબાજુના વિસ્તારોમાંથી ગૌવંશની તસ્કરી કરી ગૌમાસ નું ગેરકાયદેસર વેચાણ કરી અને એક સિન્ડિકેટ સ્વરૂપે કામ કરતી હોય તેઓના વિરૂદ્ધ પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ નાં માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ દ્વારા ફરિયાદ આપવામાં આવી આ ફરિયાદ ડીઆઈજીપીસી ની મંજૂરી મળ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવી હતી. એ ફરિયાદના આધારે આરોપીઓને મેગા સર્ચ ઓપરેશન કોમ્બિ્ન્ગ દ્વારા પકડવામાં આવ્યા હતા. તે છ આરોપીઓની ધરપકડ કરી બરોડા ખાતે આવેલ સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રઘુવીર પંડ્યા ની ધારદાર દલીલો થી આરોપીઓની સાત દિવસની રિમાન્ડની મંજૂરી મળી હતી. પકડાયેલા છ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ વોન્ટેડ છે જેમાંથી એક આરોપી ગોધરા સબજેલ ખાતે છે તેમ જ આગળની તપાસ ચાલુ છે તેવું ગોધરા નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમજ ઉલ્લેખનીય છે કે અગાઉ ગૌતસ્કરી તેમજ ગૌમાંસ વેચાણ માટે વેરાવળના એક હિન્દુ સંગઠન દ્વારા સરકારને ગુજસીટોક કાયદા હેઠળ ગુનો દાખલ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગે તેઓએ ધરણા પ્રદર્શન પણ કર્યા હતા ત્યારે ગુજરાતમાં ગૌહત્યા તેમજ ગૌ તસ્કરી ઓર્ગેનાઇઝ્ડ સિન્ડિકેટ ચલાવતી ગેંગ સામે પ્રથમ ગુજસીટોક નો ગુનો પંચમહાલ જિલ્લામાં દાખલ કરવામાં આવ્યો છે.

અહેવાલ : કંદર્પ પંડ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here