ગોધરા : 3 એપ્રિલ
બ્રાહ્મણોએ નિઃસ્પૃહી પણા માંથી બહાર આવી વર્તમાન અને ભવિષ્યની ચિંતા કરવાની ખૂબ જ જરૂરિયાત છે જે માટે સંગઠિત થવું ખૂબ અનિવાર્ય એમ ગોધરા ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ની મધ્ય ઝોન ની કારોબારી બેઠકમાં ઉપસ્થિતીઓને સંબોધતા ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ જણાવતાં સમાજનો ઉપયોગ માત્ર રાજકીય બાબતો માટે જ સીમિત ન હોવો જોઈએ એમ ઉમેર્યુ હતું. કારોબારી બેઠકમાં ઉપસ્થિત અધ્યક્ષ અને મહાનુભાવોએ સમાજ કલ્યાણ થી રાષ્ટ્ર કલ્યાણ ની ભાવના વ્યકત કરી હતી. કારોબારી માં બ્રહ્મ સમાજ ના ખોરંભે પડેલા કામો ને અગ્રીમતા આપી સમાજના યુવાનો ને શિક્ષણ માટે માર્ગદર્શીત કરવા અંગે ની યોજના ઓ અંગે વિચારણા કરવા ઉપરાંત કારોબારી માં મહત્વ ની જાહેરાતો કરવા માં આવી હતી.કારોબારી બેઠકમાં મધ્ય ઝોન ના છ જિલ્લાના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી સમસ્ત બહ્મ સમાજ ગુજરાત માતૃ સંસ્થા દ્વારા સમાજ નિર્માણ થી રાષ્ટ્રીય નિર્માણ ના સંકલ્પ સાથે આજે મોતીબાગ ખાતે મધ્યઝોન છ જીલ્લાઓ ની કારોબારી બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી પીનાકીન રાવલે ઉપસ્થિતીઓને સંબોધતા જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના કાર્યકરો અને હોદ્દેદારો સાથે અત્યાર સુધી સમાજ વિકાસને લગતા બાકી હોય એવા કાર્યો શરૂ ગતીવિધી શરૂ કરી દેવામાં આવી છે જે અંગેની આગામી દિવસોમાં જાહેરાત પણ કરવામાં આવનાર છે. વધુમાં આવનારા દિવસોમાં ગુજરાત બ્રહ્મ સમાજ એક જુદી તાકાત સાથે બહાર આવશે એવો એવો આશાવાદ સમસ્ત ગુજરાત બ્રહ્મ પ્રમુખે આશાવાદ વ્યક્ત કર્યો હતો.ગોધરા ખાતે કારોબારી બેઠક માં અધ્યક્ષે હાલ ગાંધીનગર અને અમદાવાદ ખાતે બ્રહ્મ સમાજના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણની તાલીમના ભાગરૂપે માટે નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં સુરત ખાતે વધુ એક એકેડમી શરૂ થનાર છે એમ જણાવ્યું હતું.આ ઉપરાંત બ્રહ્મ સમાજ આવનાર દિવસોમાં વિર્ધાથી માટે કઇ રીતે મદદરૂપ થઇ શકાય અને આઈ.એ એસ, આઈ.પી.એસ જેવી પરીક્ષાઓ માટે યુવાનો ને કેવી રીતે તૈયાર કરવા જે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.સમાજ દ્રારા સમાજના યુવાનો અને યુવતીઓ ને કઇ રીતે મદદરૂપ થવાય જે માટે સમગ્ર ગુજરાતમાં શરૂઆત પણ કરી દેવામાં આવી છે.કારોબારી બેઠકમાં ઉપસ્થિત અમિત ઠાકરે પણ બ્રહ્મ સમાજ હિતલક્ષી ભાવ ઉજાગર કર્યો હતો.એવી જ રીતે ડૉ. કમલેશ ઉપાધ્યાયે બ્રહ્મસમાજના અસ્તિત્વને ટકાવી રાખવા ભાવિ પેઢીની ચિંતા વ્યક્ત કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.હાસ્ય કલાકાર જીતુ પંડ્યાએ પણ બ્રહ્મ સમાજ માટે જરૂર પડ્યે પોતે ખડે પગે ઉભા હોવાની ખાતરી આપી હતી.બેઠકમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો પ્રાસંગીક ઉદ્દબોધન કરી સમાજ એકતા માટે કામે લાગી જવા માટે સૌ બ્રહ્મબંધુઓને કામે લાગી જવા આહવાન કર્યું હતું.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા (માતૃ સંસ્થા) મધ્ય ઝોન કારોબારી બેઠકમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ પિનાકીનભાઈ રાવલ, ભા.જ.પ આણંદ જી. પ્રભારી અમિતભાઈ ઠાકર, ડભોઈના દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા), સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના મહિલા પ્રમુખ ડો.ધારીણીબેન શુક્લ, પૂર્વ પ્રમુખ મહેશભાઈ મહેતા, મહામંત્રી અનિલભાઈ શુક્લ, પરશુરામ ફાઉન્ડેશનના અધ્યક્ષ જગતભાઈ શુકલ, એચ.ઓ.ડી મેડિસિન સિવિલ હોસ્પિટલના ડો. કમલેશભાઈ ઉપાધ્યાય,રાજ્યકક્ષાના ઉપપ્રમુખ અને મધ્યઝોનના ઈન્ચાર્જ શૈલેષભાઈ ઠાકર, ૬ જીલ્લા પ્રમુખો , મહામંત્રીઓ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના મોટી સંખ્યામાં નિમાયેલા જીલ્લા અને તાલુકાના હોદ્દેદારો, મહિલાઓ, યુવાઓ તેમજ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા.