ગોધરા : 16 માર્ચ
ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે.રાઉલજી દ્વારા જીલ્લા સહકારીકતા સેલ પંચમહાલ જિલ્લા ભાજપના સંયોજક શ્રી ચન્દ્રસિંહ ડી.રાઉલજી ની રજુઆત અન્વયે રાજ્ય સરકારના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માને ગોધરા ખાતે કોર્ટ ઓફ નોમિનીઝ માં કાયમી જજ ની નિમણુંક કરવા રજૂઆત કરેલ છે.
શ્રી સી.ડી.રાઉલજી ની રજુઆત મુજબ જિલ્લામાં ઘણા સમયથી જજ સાહેબની નિમણુંક ની જગ્યા ખાલી છે. અને જિલ્લામાં અવાર નવાર ચાર્જમાં જજ સાહેબ હોય છે. હાલમાં પણ ગોધરાનો ચાર્જ વડોદરા નોમિનીઝ પાસે છે. અને કોર્ટમાં ઘણા કેસોનો ભરાવો થયેલ છે.જેના કારણે અરજદારોને સમયસર ન્યાય મળતો નથી.
અને સહકારી વિભાગમાં ગેરરીતિ કરનારાઓ સામે સમયસર પગલાં લઈ શકતા નથી. અને જેના કારણે જિલ્લાને અન્યાય થાય છે. અગાઉ વકીલ મંડળ તરફથી પણ રજુઆત કરવામાં આવેલ હતી.
સહકાર મંત્રી શ્રી પંચમહાલની મુલાકાતે આવ્યા હતાં ત્યારે જિલ્લાના સહકારી આગેવાનો અને હોદ્દેદારશ્રીઓને હૈયાં ધારણ આપેલ હતી. તે અન્વયે આજ રોજ તા ૧૫-૦૩-૨૦૨૨ ના રોજ પંચમહાલ જિલ્લાના સહકારી ખરીદ વેચાણ સંઘ લી. કા.ચેરમેન ચન્દ્રસિંહ રાઉલજી દ્વારા ધારાસભ્ય શ્રી ગોધરા, કિસાનમોરચા ભાજપના પ્રમુખ શ્રી ખુમાનસિંહ ચૌહાણ અને સહકારી આગેવાનો સાથે રૂબરુ માં રાજય સરકારમાં રજુઆત કરવામાં આવેલ છેઃ
પંચમહાલ જિલ્લામાં કોર્ટમાં કામનું ભારણ વધુ હોવાથી ત્રણ જિલ્લામાં એકજ કોર્ટ ચાલતી હોઇ પંચમહાલમાં કાયમી પૂર્ણ સમયના જજ સાહેબશ્રી ની નિમણુંક કરવા જિલ્લાના સાંસદ શ્રી અને તમામ ધારાસભ્યશ્રી ને વિનંતી કરેલ છે