ગોધરા : 12 ફેબ્રુઆરી
તારીખ 12 ફેબ્રુઆરી 2022. આજરોજ ડોક્ટરના મુવાડા ગામે અંબાલી પ્રાથમિક શાળા ખાતે ગોધરા ની જાણીતી શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વાર્ષિક શિબિરની શરૂઆત કરાઈ હતી. જેમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકીએ હાજરી આપીને વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર્સ ને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે ખાસ મહિલાઓને સશક્ત બનવા આહવાન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને પોતાનું સ્વાભિમાન હોવું જોઈએ અને તેના થકી જ તે શ્રેષ્ઠતા મેળવી શકે છે. અતિથિ વિશેષ તરીકે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, કાકણપુરના પ્રિન્સિપાલ ડો. જૈમિની શાસ્ત્રી સાહેબે હાજરી આપી હતી તેમણે પોતાની આગવી છટામાં કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને તેમજ પ્રાથમિક શાળાના સ્ટાફને અભિનંદન પાઠવીને કેમ્પ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કોલેજના ડો. રાજેશ વ્યાસ સાહેબે વિદ્યાર્થીઓને કેમ્પમાં વધુમાં વધુ શીખવા માટે ખાસ અપીલ કરી હતી. પ્રાથમિક શાળાના આચાર્ય જશપાલ સિંહ સોલંકી અને ગામના સરપંચ શ્રી ડાયાભાઇ એ વિદ્યાર્થીઓને અને સ્ટાફ મેમ્બર્સ ને આવકાર્યા હતા. પ્રોગ્રામ ઓફીસર ડો. રૂપેશ નાકર ખાસ NSS નું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. પ્રોગ્રામ ઓફીસર હંસાબેન ચૌહાણ દ્વારા કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું સાંજે વિદ્યાર્થીઓનો પરિચય કાર્યક્રમ તેમજ ગ્રુપલીડર નિમણૂકનો કાર્યક્રમ પણ થયો હતો આ સમગ્ર કેમ્પ દરમ્યાન વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર સાત દિવસ સુધી સ્વચ્છતા, સાક્ષરતા, હેલ્થ અવેરનેસ, મહિલા જાગૃતિ, કાયદાકીય જાગૃતિ, વિવિધ વક્તાઓના લેક્ચર, મેડિકલ ચેકઅપ કેમ્પ જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરશે.