હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની સીમમાંથી માદક પદાર્થ પોષડોડા ભરી વહન કરતી કાર પોલીસે ઝડપી લીધી છે. 273 કિલો 700 ગ્રામ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર આરોપીની પોલીસે ધરપકડ કરી
ગુજરાતની સરહદે આવેલા કેટલાક રાજ્યોમાંથી માદક પદાર્થોની હેરાફેરી કરતા ઇસમો બે ફાટ રીતે ગુજરાતમાં માદક પદાર્થો ઘુસાડતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લા એલસીબી ટીમ ગઈ કાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સાબર ડેરીથી તલોદ રોડ પર આવેલ ઘટોડા ગામની સીમમાં એક શંકાસ્પદ કાર પસાર થઈ રહી હતી જે દરમિયાન પોલીસની કાર સામે મળતા શંકાસ્પદ કારે તેની સ્પીડ વધારે દીધી હતી અને રોડનો ટ્રેક બદલી નાખ્યો હતો. દરમિયાન પોલીસ આ ગાડીનો પીછો કર્યો હતો અને માદક પદાર્થ ભરીને વહન કરતી આ કાર ગઢોડા ગામની સીમમાં આવેલ સાગર વિલેજ સોસાયટી નજીક અટકી હતી ત્યારે માદક પદાર્થ ભરીને વહન કરતી કારમાં બે આરોપીઓ સવાર હતા જે પૈકીના એક આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો તો એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે કારની તપાસ કરતા કારમાં મોટા જથ્થામાં પોષડોડાનો જથ્થો જોવા મળ્યો હતો 18 જેટલા કાળા કોથળામાં 273 કિલો અને 700 ગ્રામ પોષડોડા જપ્ત કરવામાં આવ્યા હતા. જેની કિંમત અંદાજે આઠ લાખ એકવીસ હજાર સો રૂપિયા થાય છે જ્યારે કાર સાથેનો કુલ મુદ્દામાલ 16 લાખ 31 હજાર 450 રૂપિયા થાય છે જે મુદ્દામાલ પોલીસે જપ્ત કરી પોષડોડા ક્યાંથી કયા અને કોને આપવા જતા હતા એ દિશામાં તપાસ હાથ ધરી છે.