ગોધરા : 24 ફેબ્રુઆરી
કૃષિ,પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે આજે ગોધરા મુલાકાત દરમિયાન ધોળાકુવા ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ કચેરીનાં નવ નિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતું. ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડની કચેરીનાં નવા ભવનનું નિર્માણ થતા તેના દ્વારા થતી કામગીરી નવો વેગ મળશે. આ કચેરી પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાનાં ખેડૂતો માટે કાર્યરત છે. તે ખેડૂતો પાસે બિયારણનાં પ્લોટમાં ઘઉં, ચણા, ડાંગર, મગ, અડદ અને તલનાં બિયારણનું ઉત્પાદન કરાવે છે અને ત્યારબાદ તેનું પેકિંગ, પ્રોસેસિંગ કરી ફરી ખેતરમાં વાવવા માટે વેચાણ કરે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી, ગોધરાનાં ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, બીજ નિગમનાં એમડી શ્રી પી.એસ. રબારી, જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.