Home આણંદ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નિપાબેન પટેલના ઘરે સમરસતા અન્નની ઉજવણી

પ્રદેશ મહિલા મોરચાના મંત્રી નિપાબેન પટેલના ઘરે સમરસતા અન્નની ઉજવણી

515
0

સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભારતભરમાં મહીલા મોરચાઓ દ્વારા સમરસતા અન્નની ઉજવણી થઇ રહી છે. અને ગુજરાત મહિલા મોરચા અંતર્ગત ગામે ગામ ઉજવણી કરાઇ રહી છે.

જે અંતર્ગત ગુજરાત મહિલા મોરચાના મંત્રી અને સમરસતા અન્ન ગુજરાતના ઇન્ચાર્જ નીપાબેન પટેલના ઘરે પણ બે દિવસ પ્રાથમિક શાળાની બાલિકાઓને સમરસતા અન્ન યોજના હેઠળ ભોજન કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આણંદના વિવિધ મંડળો દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે નીપાબેન પટેલે જણાવ્યું હતું કે, નાની દીકરીઓમાં સમરસતાનો ભાવ અને એકતાનો ભાવ જળવાઇ તે હેતુથી આયોજન કરાયુ હતું. પ્રધાનમંત્રી દીકરીઓના શિક્ષણ વિશે કેટલા ચિંતિત છે. અને દીકરીઓના ઉત્થાન માટે આવરી લેતા પ્રોગામની પણ માહિતી દીકરીઓ સુધી પહોંચાડવામાં આવી છે.

ભારત્‌ સરકાર દ્વારા દીકરીઓના ઉત્થાન માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી છે. જેનો લાભ દીકરીઓ સુધી પહોંચાડવા માટે ગુજરાત મહિલા મોરચાના મંત્રી નિપાબેન પટેલ અને તેમની ટીમ અથાગ પ્રયત્ન કરી રહી છે. ગામે ગામ જઇ બાલિકાઓને અને મહિલાઓને એકત્ર કરી સરકારની યોજનાઓની માહિતી આપી દીકરીઓનું ભાવી ઉજ્જવળ બનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે. તેમની આ પ્રવૃત્તિ પ્રસંશનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here