સુરત : 25 ફેબ્રુઆરી
શહેરની જુદી જુગી સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી કિન્નરો દ્વારા ઘરોમાં વિધિ કરવાના બહાને લોકોને ઘેનયુકત પ્રવાહી પીવડાવી અર્ધ બેભાન કરી સોના ચાંદીના દાગીના ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા હતા. આ બનાવોને લઈને સક્રિય થયેલી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ ટીનો બનાવી આવા આરોપીઓને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી 2 લાખથી વઘુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે મહિધરપુરા લાલદરવાજા ખાતે આવેલ ખોડિયાર મંદિર પાસેથી ઓટો રીકસામાંથી આરોપી મહેશનાથ ઝવેરનાથ પરમાર અને બાબુનાથ માનસીંગનાથ પરમાર અને રીકસા ડ્રાઈવર રામ સેવક કૈલાશ શર્માને ઝડપી પાડયા હતા.આરોપીઓ પાસેથી સોનાની વીટી, સોનાનું પેન્જલ, કાનની બુટ્ટી, ચાંદીના કડા, લકી, તેમજ રોકજ સહીક 2.10 લાખથી વદુની મત્તા કબ્જે કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પુછપરછ કરવામાંઆવતાં જાણવા મળ્યું હતુ કે આરોપીઓ કિન્નરોના વેશમાં વિવિધ સોસાયટીઓમાં જઈ લોકોને માતાજીના હવન માટે પૈસા તથા ધી ની માંગણી કરી તેઓના ઘરમાં મેલી વિદ્યા છે તેની વિધિ કરવી પડશે તેવી વાતોમાં ભોળની લેતા અને ઘરમાં હાજર લોકોને ચરણામૃત કહી ઘેનયુકત પ્રવાહી પીવડાવી અર્ધ બેભાન કરી ઘરમાંથી તથા બંગલામાંથી સોના- ચાદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ભાગી જતાં હતા. આરોપીઓએ આજ રીતે ગત 20મીએ સવારના સમયે કિન્નરના વેશમાં વરાછાની ગાયત્રી સોસાયટીના એખ બંગલામાં મહિલાને અર્ધ બેભાન કરી તેમજ 13 મીએ ખટોદરાના એક એપાર્ટમેન્ટના ફલેટમાં હાજર તમામ વ્યક્તિઓને અર્ધ બેભાન કરી સોના ચાંદીના દાગીના ચોરી કરી ભાગી ગયા હતા. વધુમાં પોલીસે જણાવ્યુંહતુ કે આરોપી મેહસનાથ વિરુધ સુરત સહીત રાજયના જુદા જુદા શહેરોના પોલીસ મથકો 15 અને બાબુનાથ પરમાર વિરુઘ 8 ગુના નોંધાયેલા છે.હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.