Home ક્ચ્છ કચ્છ લોકસભા પરિવાર દ્વારા કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કચ્છ લોકસભા પરિવાર દ્વારા કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

148
0

કચ્છ: 25 જાન્યુઆરી


કચ્છ લોકસભા પરિવાર દ્વારા આઝાદી ના અમૃતકાલ અંતર્ગત કચ્છ ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સાંસદ્શ્રી વિનોદભાઇ ચાવડા અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ના સૌજન્ય થી તારીખ 18/1/2023 થી શરૂ થયેલ છે, કચ્છના ક્રિકેટ ઇતિહાસ માં સંળગ ૪૫ દિવસ ચાલનારી ટુર્નામેન્ટ માં કચ્છ – મોરબી ની 138 ટીમો ભાગ લેશે જે સૌથી મોટી ટુર્નામેન્ટ છે જેમાં તારીખ 24/1/2023 ના પ્રથમ મેચ ખત્રી ઇલેવન અંજાર અને મહાકાલી ઇલેવન ગાંધીધામ વચ્ચે રમાઇ જેમાં ખત્રી ઇલેવન અંજારની ટીમ વિજેતા થઇ બીજી મેચ શિવ શક્તિ ઇલેવન સલાયા અને પરશુરામ ઇલેવન ધાણેટી વચ્ચે રમાઇ જેમાં શિવ શક્તિ ઇલેવન સલાયા ટીમ વિજેતા થઇ ત્રીજી મેચ મોમાય મોરા ઇલેવન અને ગણેશ ઇલેવન ભુજ વચ્ચે રમાઇ જેમાં ગણેશ ઇલેવન ભુજ ની ટીમ વિજેતા થઈ હતી.

ક્રિકેટ મેચ ટુર્નામમેન્ટ દરમ્યાન ગાંધીધામ નગર પાલિકા ઉપ પ્રમુખશ્રી બળવંત ભાઈ ઠકર, હેમલભાઈ માણેક, રવિભાઇ ગરવા, વિશાલભાઇ ઠક્કર માંડવી નગરપાલિકા ચેરમેન વિગેરે લોકો હાજરી આપી ખેલાડીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા. ખુબજ ઉત્સાહ પૂર્વક ત્રણે મેચો ક્રિકેટ રશિયાની ઉપસ્થિતિ વચ્ચે પૂર્ણ થઈ હતી.

અહેવાલ : કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here