આણંદ કૃષિ યુનિવર્સિટીના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર ખાતે “મરી મસાલા શાકભાજી પાકો : વૈજ્ઞાનિક અભિગમ” વિષય ઉ૫ર મિશન ફોર ઈન્ટીવગ્રેટેડ ડેવલ૫મેન્ટ્ ઓફ હોર્ટીકલ્ચર યોજના અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ યોજવામાં આવી હતી.
આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. એમ.કે.ઝાલાએ આ પ્રકારના તાલીમ કાર્યક્રમોમાં જોડાઈને ‘મરી મસાલા શાકભાજી પાકોનો વ્યાપ વધારવા અંગે વૈજ્ઞાનિકો અને ખેડૂતોને પ્રોત્સાાહન પૂરૂં પાડ્યું હતું. મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રના યુનિટ અધિકારી અને સંશોધન વૈજ્ઞાનિક ડૉ. આર.આર.આચાર્ય એ ખેડૂતોને જુદા જુદા શાકભાજી પાકોની સંશોધિત જાતોની વિગતવાર માહિતી આપી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીના સહ સંશોધન નિયામક ડૉ. એસ.એન.શાહે યુનિવર્સિટી દ્વારા શિક્ષણ અને સંશોધન માટે ચાલતા વિવિધ અભ્યાસ તેમજ તાલીમ કાર્યક્રમની મહત્તા અને ઉપયોગીતા અંગે સમજણ આપી હતી. અનુભવ સીડસના સંશોધન વૈજ્ઞાનિક ડૉ. એ.એસ.ભાણવડીયાએ તાલીમાર્થીઓને સંશોધિત જાતોના બિયારણના માઘ્યામથી પાકોને રોગ-જીવાતો સામે સુરક્ષા પૂરી પાડીને મહત્તમ ઉત્પાદન મેળવવા સંકર/સુધારેલ બિયારણનો ઉ૫યોગ કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં વિવિધ વિષયોના નિષ્ણાંતોએ ખેડૂતોને મરી મસાલા શાકભાજી પાકોની ખેતીમાં આવતી સમસ્યા્ અને તેના નિરાકરણ વિશે યોગ્ય માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. જેમાં ડૉ. એમ.એમ.પંડયા દ્વારા ડુંગળી-લસણની આધુનિક ખેતી ૫ઘ્ધ્તિ, કે. જે. વેકરીયાએ આદુ અને હળદરની વૈજ્ઞાનિક ખેતી ૫ઘ્ધગતિ અંગે, ડૉ. એન.એ.૫ટેલ દ્વારા મરચીની ખેતીમાં નુતન અભિગમ ઉ૫ર, ડૉ. સી.કે.બોરડ એ શાકભાજી પાકોમાં આવતી વિવિધ જીવાતોની ઓળખ અને તેના નિયંત્રણ વિશે સમજ આપી હતી. વિમિત પટેલ, હર્ષ પટેલ, ડૉ. વિપુલ કાપડીયા, ડૉ. પાર્થ રહેવર અને ડૉ. ઉજ્જ્વલ પટેલ દ્વારા ખેડૂતોને ક્ષેત્ર પ્રદર્શન દરમિયાન સંશોધન ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. આ તાલીમમાં ૧૦૦ જેટલાં ખેડૂતોએ ભાગ લીધો હતો. તમામ ખેડૂતોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.