Home ક્ચ્છ કચ્છ જિલ્લો ગ્રામ્ય સ્તરે ૧૦૦ ટકા ઘર-ઘર નળ જોડાણ – હર ઘર...

કચ્છ જિલ્લો ગ્રામ્ય સ્તરે ૧૦૦ ટકા ઘર-ઘર નળ જોડાણ – હર ઘર જલ ધરાવતો જિલ્લો બન્યો

202
0

કચ્છ: 27 મે


કચ્છ જિલ્લાના ૧૦ તાલુકાના ૮૭૪ ગામના તમામ ૪,૦૨,૫૬૫ ઘરમાં ૧૦૦ ટકા નળ જોડાણની કામગીરી પૂર્ણ કરાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૫ ઓગષ્ટ, ૨૦૧૯ના રોજ ‘જલ જીવન મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી. સમગ્ર દેશના તમામ ગામોમાં ઘર-ઘર નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ કરાવવી એ આ યોજનાનો હેતુ છે. જે અંતર્ગત વાસ્મો દ્વારા કચ્છ જિલ્લામાં નલ સે જલ કાર્યક્રમ હેઠળ લોકભાગીદારીથી અને પાણી સમિતિ વ્યવસ્થાપિત ગ્રામ્ય આંતરિક પેયજળ વિતરણ યોજનાઓની કામગીરી હાથ ધરવામાં આવતા કચ્છ જિલ્લો ગ્રામ્ય સ્તરે ૧૦૦ ટકા ઘર-ઘર નળ જોડાણ – હર ઘર જલ ધરાવતો જિલ્લો બન્યો છે.

વિસ્તારની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ‘જલ જીવન મિશન’ ની શરૂઆત થયા પહેલા એટલે કે તારીખ ૧૫/૦૮/૨૦૧૯ની સ્થિતિએ કુલ ૮૮૧ જેટલા વસવાટી ગામમાં કુલ ૪,૦૨,૫૬૫ ઘર પૈકી કુલ ૩,૮૨,૬૦૨ જેટલા ઘરમાં નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ હતી. આમ આ સમયે નળ જોડાણની સંખ્યા ૯૫.૦૪ ટકા હતી. જ્યારે ૧૯,૯૬૩ જેટલા ઘરમાં આ સુવિધા ઊભી કરવાની બાકી હતી. ત્યારબાદ વાસ્મો દ્વારા કચ્છ જિલ્લામાં તારીખ ૧૫/૦૮/૨૦૧૯થી તારીખ ૨૦/૦૨/૨૦૨૨ સુધી કચ્છ જિલ્લામાં કુલ રૂ. ૩૦ કરોડ ૩૬ લાખની અંદાજિત કિંમતની કુલ ૧૯૭ યોજના મંજૂર કરી અમલી બનાવવામાં આવી છે. જેના થકી કુલ ૧૯,૯૬૩ ઘરને નળ જોડાણથી આવરી લેવામાં આવ્યા છે.

ભારત સરકારશ્રીના જલ જીવન મિશન હેઠળ કચ્છ જિલ્લામાં ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત તમામ ગામોમાં દરેક ઘરોમાં નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુથી હયાત તથા ઊભી કરવાની થતી સુવિધા બાબતે ગામોના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ તથા પાણી સમિતિઓને સાથે રાખી વાસ્મોની ટીમ દ્વારા સર્વે કરી જરૂરિયાત મુજબ લોકભાગીદારી આધારિત યોજનાઓનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના તમામ ઘરોને નળ જોડાણથી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વાસ્મો તથા પાણી પુરવઠા બોર્ડ દ્વારા અભિયાનરૂપે પ્રક્રિયા હાથ ધરીને કચ્છ જિલ્લાના તમામ ૧૦ તાલુકાના ૮૭૪ ગામના તમામ ૪,૦૨,૫૬૫ ઘરમાં ૧૦૦ ટકા નળ જોડાણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આમ, કચ્છ જિલ્લો ગ્રામ્ય સ્તરે ૧૦૦ % નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે.

 

અહેવાલ: કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here