Home કચ્છ “કચ્છના દિગ્ગજ રાજકીય નેતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા”

“કચ્છના દિગ્ગજ રાજકીય નેતા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા”

145
0

કચ્છ: 9 નવેમ્બર


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
યજુવેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કચ્છના દિગ્ગજ ભાજપના નેતા શ્રી દેવેન્દ્રસિંહ જેઠવા આજે ભાજપ સાથે છેડો પાડી અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે તેઓએ ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે મોંઘવારી બેરોજગારી ભય અને ભ્રષ્ટાચાર થી પ્રજા ત્રાસ પામી ગઈ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ જ પરિવર્તનનો વિકલ્પ છે તેવું રોષપૂર્વક જણાવ્યું હતું શ્રી જેઠવા અગાઉ કચ્છ જિલ્લા પંચાયત માં વિરોધ પક્ષના નેતા પદે કચ્છ જિલ્લા કોંગ્રેસનાં ઉપપ્રમુખપદે અબડાસા તાલુકા ખરીદ વેચાણના ડાયરેક્ટર પદે તથા રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ ટ્રસ્ટી તથા વિવિધ સંસ્થાઓમાં સેવાઓ આપી ચુક્યા છે તેઓ પ્રગતિશીલ ખેડૂત પણ છે તેઓના જોડાવાથી કોંગ્રેસનો મજબૂત થશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો છે.

ઉપરાંત લોરીયા ના પૂર્વ સરપંચ શ્રી રાણુભા શિવુભા જાડેજાપણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. શ્રીજાડેજા લોરીયા ના પૂર્વ સરપંચ પદે તથા અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ રહ્યા છે તેઓને પણ રાજીવ ગાંઘી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે ખેસ પહેરાવી અને કોંગ્રેસમાં આવકાર્યા હતા એવું કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની યાદીમાં જણાવાયુ છે

અહેવાલ :  કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here