Home કચ્છ અબડાસા તાલુકાના વિંઘાબેર ગામે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર BMCનું ઉદઘાટન ….

અબડાસા તાલુકાના વિંઘાબેર ગામે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર BMCનું ઉદઘાટન ….

94
0

કચ્છ જિલ્લાના અબડાસાના વિંઘાબેર ગામ મુકામે સરહદ ડેરી દ્વારા ક્લસ્ટર બલ્ક મિલ્ક કૂલરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમ અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલની અધ્યક્ષતામા યોજવામાં આવ્યું. જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે ડેરીમાં ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ ભરાવવાનો જ આગ્રહ રાખવો જોઇએ. તેમજ સરહદ ડેરી દ્વારા કરવામાં આવતા પશુ સુધારણા કાર્યક્રમ વીશે પશુપાલકો સાથે ચર્ચા વિચારણા કરી તેમજ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજી (ET) વિષે જણાવ્યુ હતું કે પશુપાલકોને પશુ માવજત પાછળ થતા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે જેથી પશુપાલકોને વધુ નફો થશે.

ઉપરાંત કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે જણાવ્યું હતું વૈજ્ઞાનિક ધારા ધોરણ સાથે પશુપાલન કરીયે જેથી દૂધમાં વધારો થાય તેથી પશુપાલકોને ફાયદો થાય.આ સાથે સરહદ ડેરી તેમજ પશુપલકોને જ્યારે જરૂર પડશે ત્યારે ગુજરાત સરકાર પશુપાલકો માટે તત્પર રહેશે. ઉલ્લેખની છે કે આ ક્લસ્ટર BMCમાં  જખૌ, લાલા, આશીરાવાંઢ, કુકડાઉ, વિંઘાબેર, પ્રજાઉ, સીંઘોડી મોટી, સીંઘોડી ચોકડી,કોણીયારા એમ મળીને કુલ 8  ગામનું દૈનિક 7300 લિટર જેટલું દૂધ આવશે.

કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રભાઈ  પ્રજાપતિ, અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, અબડાસા તા.પ. પ્રમુખ જયદેવસિંહ જાડેજા,સરહદ ડેરીના ડાયરેક્ટર જેશાભાઈ રબારી અને મયુરભાઈ મોતા, અબડાસા તા.પ. પુર્વ પ્રમુખ કાનજીભાઈ ગઢવી,કચ્છ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા તા.પ. સદસ્ય આમધભાઈ સંગાર, સિંઘોડી મોટી જુથ ગ્રામ પંચાયત સરપંચ ગોપાલ એમ.ગઢવી, વિંગાબેર સરપંચ સરવૈયા જેન્દ્રસિંહ, વિંઘાબેર મંડળીનાં પ્રમુખ સરવૈયા સુખદેવસિંહ દિલુભા,મંડળીના પ્રમુખ-મંત્રી તેમજ બાહોડી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here