Home ગોધરા એ.પી.એમ.સી ગોધરાના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ દ્વારા જિલ્લાના ખેડૂતોને હારવેસ્ટર ફાળવવા...

એ.પી.એમ.સી ગોધરાના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ વી. ચૌહાણ દ્વારા જિલ્લાના ખેડૂતોને હારવેસ્ટર ફાળવવા કૃષિ મંત્રીશ્રીને રજુઆત.

153
0
ગોધરા : 13 માર્ચ

ભારતીય કૃષિને આધુનિક અને સ્માર્ટ બનાવવાં માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા પણ ખેડૂતોના હિત માં વિવિદ્ય જોગવાઈઓ થાય તેવી કાર્યવાહી કરેલ છે.

ગોધરા તાલુકાના ખેડૂતો દ્વારા સરકારી સાધનની સહાય મેળવવા આઈ ખેડુત પોર્ટલ ઉપર અરજી કરી રહ્યા છે. અને ઓનલાઈન અરજી મારફતે પારદર્શિતાથી સરકારી સહાય મેળવી રહેલ છે.

રાજ્ય સરકાર ખેતીવાડી યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લામાં હારવેસ્ટરની ફાળવણી ખુબજ ઓછી છે. અને ઘણા સંજોગમાં એક કે બે નું લક્ષ્યાંક હોય છે.


જિલ્લામાં સાત તાલુકા છે તેવા સંજોગોમાં દરેક તાલુકામાં બે હારવેસ્ટર આપવામાં આવે તો ખેડૂતોને ખુબજ સરળતા રહે રહે તેમ હોઈ બજાર સમિતિ ગોધરાના ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલને લેખિત રજુઆત કરેલ છે.

ગોધરા તાલુકાના મુખ્ય પાકમાં ડાંગર, ચણા સોયાબીન, ઘઉં રહે છે. પરંતુ તાલુકામાં સરકારી સહાયથી કોઈ હારવેસ્ટર નથી. તેવા સંજોગોમાં ખેતીમાં મુશ્કેલી રહે છે. અને ગોધરા તાલુકામાં કોઈ હારવેસ્ટર સરકારી યોજનામાં મળેલ નથી. જેથી ખેડુત હિતમાં ગોધરા તાલુકાને ખાસ કિસ્સામાં હારવેસ્ટર આપવામાં આવે તેવી રજુઆત પણ કરવામાં આવેલ છે

ગોધરા ખાતે ગરીબ કલ્યાણ મેળા માં પધારેલ કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલને એપીએમસી ગોધરાના ચેરમેનશ્રી આ બાબતે રજુઆત કરેલ હતી. અને તે અંગે જરૂરી કાર્યવાહી કરવા અને સંબધિત શ્રીને સૂચના થવા રાજેન્દ્રસિંહ ચૌહાણને મંત્રીશ્રીએ જણાવેલ હતું આજ રોજ રાજ્ય સરકારના કૃષિ મંત્રીશ્રીને ખેડુતહિત માં વિનંતીપત્ર પાઠવવામાં આવેલ.

અહેવાલ:  કંદર્પ પંડ્યા, ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here