ગોધરા : 31 માર્ચ
એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા જુદા-જુદા વિષયો ઉપર વ્યાખ્યાન યોજાતા હોય છે જેમકે ગીતા જયંતી માં શ્રીમદ્ ગીતાજી ઉપર, આદ્ય જગત ગુરુ શંકરાચાર્યજી ઉપર, ગઈ સાલ ભારત ભર માં જે ઉચ્ચ પ્રકાર ના હિન્દુત્વ વાદી,રાષ્ટ્રવાદી વક્તા ગણાય છે તેવા પુષપેન્દ્ર કુલુશ્રેશ્ઠ આવ્યા હતા તેવી જ રીતે આ વખતે છત્રપતિ શિવાજી મહારાજ ના જીવન ચરિત્ર અંગે ગાયત્રી મંદિર ગોધરા ખાતે વ્યાખ્યાન યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
એક ગોધરા શ્રેષ્ઠ ગોધરાના માર્ગદર્શક પરિમલભાઈ પાઠક, અધ્યક્ષ આશિતભાઈ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાખ્યાનમાળા માં ગોધરાના પ્રબુદ્ધ નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં ભરતભાઈ પટેલ પોતાની લાક્ષણિક શૈલીમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મથી લઈને મૃત્યુ સુધીની જીવન જરમર ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી. મુખ્ય વક્તા ભરતભાઈને પુસ્તક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું ભરતભાઈએ જણાવ્યું હતું કે એક શિવાજી ન હોત તો સુન્નત હોત સબકી એ વાક્ય ખૂબ જ સાચું છે ઔરંગઝેબ જ્યારે એક હાથમાં કુરાન અને બીજી હાથમાં તલવાર લઈને હિન્દુ સમાજનું નિકંદન કાઢવા નીકળ્યો હતો,તેની સેના હિંદુ માં બહેન ની ઈજ્જત લૂટી રહી હતી, મંદિરો તોડી રહી હતી ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ બહાદુરીપૂર્વક તેનો સામનો કર્યો હતો અને હજારોની સંખ્યામાં મા બેનની ઈજ્જત બચાવી હતી, મંદિરોને રક્ષણ કર્યું હતું આમ છત્રપતિ શિવાજી મહારાજે હિન્દુત્વનું બહુ જ મોટું કાર્ય કર્યું હતું જેથી તેમને હિંદુ રદય સમ્રાટ પણ કહેવામાં આવે છે
કાર્યક્રમના અંતમાં આશિત ભટ્ટએ પણ છત્રપતિ શિવાજી મહારાજ ના એક બે પ્રસંગ જણાવ્યા હતા પરિમલભાઈ પાઠકે માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિ આપણા વારસાને આપણે આવી રીતે વ્યાખ્યાનમાળા યોજીને જાણી શકાશે કાર્યક્રમને સફળ બનાવવા મિતેષ પટેલ, દીપેશ ઠાકોર, દિનેશ પટેલ, દિનેશ પટેલ, જયેશ ભરવાડ, વગેરે જહેમત ઉઠાવી હતી