Home મહેસાણા આરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં શહેર ભાજપ ઉપપ્રમુખનું પક્ષ થી નારાજગી જતાવતા રાજીનામુ….

આરોગ્ય મંત્રીના મતવિસ્તારમાં શહેર ભાજપ ઉપપ્રમુખનું પક્ષ થી નારાજગી જતાવતા રાજીનામુ….

143
0

મહેસાણા: 22 જાન્યુઆરી


વિસનગર શહેર ભાજપ ઉપપ્રમુખનું રાજીનામુ

હાલમાં ભાજપ છોડી અમે કોઈ રાજકીય પક્ષ સાથે નથી જોડાયા : અજમલજી

સમાજની લાગણી અને માંગણી જે પક્ષ સ્વીકારશે તેની સાથે જોડાઈશું : અજમલજી

ભાજપ શિસ્ત શિષ્ટાચારમાં માનનારી પાર્ટી કહેવામાં આવે છે અને પાર્ટીના આદેશ અને નિયમોનું પાપન ન કરતા સભ્યોને પાર્ટી દ્વારા દૂર કરવાના અનેક કિસ્સાઓજોવા મળ્યા છે ત્યારે રાજકીય પાર્ટી તરીકે વિશ્વમાં નામના મેળવનાર ભાજપમાં પાયાના કાર્યકરોની નારાજગી પણ રહેલી હોય તેવું જોવા મળી રહ્યું છે..

ભાજપ માંથી નારાજગી અનુભવતા વિસનગરના શહેર ભાજપ ઉપપ્રમુખ તેમની ઉપપ્રમુખ તરીકે વરણી થયા ના ગણતરીના દિવસોમાં પક્ષ સામે નારાજગી જતાવતા રાજીનામુ આપી દેતા જિલ્લા ભાજપ સંઘઠનમાં ખળભળાટ સાથે ચર્ચાનો વિષય બન્યો છે..

તાજેતરમાં વિસનગર શહેર ભાજપ ના ઉપપ્રમુખ અને પક્ષના તમામ હોદ્દા સહિત કાર્યકર તરીકેના પદ પર થી અજમલજી ઠાકોરે ભાજપ માંથી સ્વૈચ્છીક રાજીનામુ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને મોકલી આપ્યુ છે.

વર્ષ 2013માં કોંગ્રેસ સાથે છેડો ફાડી પક્ષ પલટો કરતા અજમલ ઠાકોરે ભાજપમાં એન્ટ્રી મેળવી હતી અને ભાજપના સાથે મળી નગરપાલિકા કોર્પોરેટર સહિતના પદ મેળવ્યા હતા જોકે પોતે શ્રમજીવી અને ગરીબ મધ્યમવર્ગી કહેવામાં આવતા ઠાકોર સમાજ માંથી આવતા હોઈ તેમના દ્વારા ઠોકર સમાજના વિકાસ માટે અનામત સમિતિના અધ્યક્ષ પદે રહી ભાજપ સરકાર પાસે પોતાના સમાજ માટે શાળા હોસ્ટેલો , વિધવા પેંશનની રકમમાં વધારો, અને ખાસ ફંડની માંગ સહિત વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી જોકે લાંબા સમય થી તેમની આ માંગણીઓ મામલે ભાજપની ગુજરાત સરકાર તરફ થી કોઈ પ્રત્યુતર ન મળતા અંતે પક્ષ અને સરકાર થી નારાજગી જતાવતા અજમલ ઠાકોરે રાજીનામુ આપવાનું શસ્ત્ર હાથમાં લીઘું છે…

અજમલ ઠાકોરને અન્ય પક્ષમાં જોડશો કે કેમ તે અંગે પૂછતાં તેઓએ પોતાના અનામત સમિતિના પ્રશ્નો સહિતની જે માંગણીઓ છે તે ને જે પક્ષ સમર્થન કરશે તેમાં પોતે અને પોતાના સમર્થકોને જોડી તે રાજકીય પાર્ટીને સમર્થન કરશે અને હલમતેઓ ભાજપ છોડી અન્ય કોઈ પાર્ટીમાં જોડાયા નથી તેવી જાહેરાત કરી છે..


અહેવાલ : પ્રતિનિધિ મહેસાણા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here