Home મહેસાણા વિસનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે મેગા હેલ્થ ઈવેન્ટ યોજાઇ , 4000...

વિસનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે મેગા હેલ્થ ઈવેન્ટ યોજાઇ , 4000 થી વધુ લાભાર્થીઓએ લીધો લાભ …

155
0

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને વિવિધ વિભાગોના રૂ. 109 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને ભૂમિપૂજન કાર્યક્રમ પ્રસંગે મેગા હેલ્થ ઈવેન્ટને મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી.

આ પ્રસંગે વિસનગર વોલન્ટરી બ્લડ બેન્ક અને APMC વિસનગર તથા ગુજરાત પંચાયત ફાર્માસીસ્ટ એસોશીએસન સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ CM અને આરોગ્ય મંત્રીની રક્તતુલા કરાઈ હતી. આ ઉપરાંત PMJAY-MA યોજનાના 2000 થી વધુ લાભાર્થીઓમાં PMJAY PVC કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આરોગ્યમંત્રીના પ્રયાસ થકી ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ મહેસાણા ખાતે કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સરની રસી આપવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રૂપિયા રૂ. 4,51,500 ના ખર્ચે ૩૦૧ સગર્ભાઓને/ઓછા વજનવાળી હાઈરીસ્ક ANCને ન્યુટ્રીશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલના પરિવારજનો તરફથી CSR ફંડમાંથી રૂ. ત્રીસ લાખના ખર્ચે મહેસાણા જિલ્લામાં આરોગ્યલક્ષી સવલતો ઉભી કરાઈ છે.

કાર્યક્રમમાં ONGC , મહેસાણા એસેટ તરફથી CSR અંતર્ગત રૂ. 17  કરોડના ખર્ચે વિવિધ આરોગ્યલક્ષી સવલતો પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે પૂર્વ સંસદ સભ્ય જીવાભાઈ પટેલ તરફથી વિસનગર તાલુકાની 500 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત સુરતના આઈ.એ.કડીવાલાના સહયોગથી 62 દિવ્યાંગોને ટ્રાઈસીકલની ભેટ તથા સગર્ભા બહેનોને શિયાળા વસાણા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના જલ્પેશ પટેલ દ્વારા દિવ્યાંગોને ડિયરીંગ એડનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે કેડીલા ફાર્માસ્યુટીકલના સહયોગથી રૂ. 2,50,000 થી વધારે કિંમતની 1000 બોટલ એનિમિયા ધરાવતી સગર્ભા/ કિશોરીઓને હિમઅપ સીરપનું વિતરણ કરવામાં આવ્યું હતું.

“મા-કેર” પ્રોજેક્ટ અંતર્ગત 12 % થી વધુ HB ધરાવતી વિદ્યાર્થીનીઓને એમ્બેસેડર ફોર એનિમિયા મુક્ત મહેસાણા તરીકેનું સન્માન કરાયું હતું તથા વિડિયો ફિલ્મ દ્વારા લોકજાગૃતિ ફેલાવાઈ હતી. વધુમાં “મા-કેર” પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં શાળાએ જતી 70345 કિશોરીઓનું હિમોગ્લોબીન ચેકઅપ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં બ્રેઈન ડેડ લાભાર્થીઓના દ્વારા અંગદાન મહાદાન સમજી અંગદાન કરનાર પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here