આણંદ: 1 ડિસેમ્બર
૧૧૪ – સોજીત્રા વિધાનસભામાં કુલ ૨૧ વૃદ્ધ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું…આણંદ જિલ્લા ની ૧૧૪ – સોજીત્રા વિધાનસભાનાં તારાપુર તાલુકા નાં ૧ દિવ્યાંગ તથા સોજીત્રા સહિત ૨૧ વાયોવૃદ્ધ મતદારો એ પોસ્ટલ બેલેટ થી ઘરે બેઠા મતદાન કર્યું હતું.રાજ્ય માં યોજાનાર વિધાનસભા ની ચુંટણીઓ ને લઈ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા શારીરિક અશક્ત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે…. બી.એલો અને તેમની ટીમ મત કુટીર અને પોસ્ટર બેલેટ સાથે વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે પહોંચી અસ્થાયી મતદાન મથક ઊભું કરી ગુપ્ત મતદાન કરાવે છે… ઘરે બેઠા મતદાન માટે જોનલ ઓફિસર સાથે તેમની ટીમ ઉપરાંત સુરક્ષા માટે પોલીસ તેમજ વિડીયોગ્રાફી માટે કેમેરામેન પણ ઉપલબ્ધ રાખવામાં આવે છે… દિવ્યાંગ તેમજ મતદારો માટે શરૂ થયેલ ઘેર બેઠા મતદાન ના ભાગરૂપે સોજીત્રા વિધાનસભા મતવિસ્તારના તારાપુર તાલુકામાં ૮૦ કરતાં વધુ ઉંમરના ૯ વયોવૃદ્ધ મતદારો તથા એક દિવ્યાંગ મતદાર ના ઘરે જઈ મતદાન કરાવવામાં આવ્યું હતું.