Home ગોધરા આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લા ની કારોબારી ની...

આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લા ની કારોબારી ની બેઠક યોજાઇ હતી

164
0
ગોધરા : 23 ફેબ્રુઆરી

આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પંચમહાલ જિલ્લા ની કારોબારી ગોધરા ખાતે ચીમનભાઈ બાલમંદિર ના હોલ માં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી આશિત ભાઈ ભટ્ટ ની અધ્યક્ષતા માં યોજાઇ હતી.જેમાં જિલ્લા માંથી છ એકમ ના પદાધિકારીઓ તેમજ જિલ્લા ના તમામ પદાધિકારીઓ સાથે પ્રદેશ ના સંગઠન મંત્રી ડૉ અર્પિત ઠાકર, પ્રદેશ મંત્રી મનોજ જોષી, મહિલા વિભાગ ના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન જોષી, પ્રદેશ મંત્રી ભૂમિ બેન જોષી, પ્રદેશ ના ડૉ રાજેશ રાવલ, સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના આઈ ટી સેલ ના મહામંત્રી કંદર્પ પંડ્યા તેમજ દિવાકર શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા અધ્યક્ષ કાર્તિક ત્રિવેદી એ સંગઠન ઉપર ભાર મૂકી આપણી સંસ્થા સમાજ માટે કેટલા ઉમદા કાર્ય કાર્ય કરી રહ્યા છે તે જણાવ્યું હતું. અધ્યક્ષ સ્થાને થી પ્રદેશ ઉપાધ્યક્ષ આશિત ભટ્ટએ જણાવ્યું હતું કે આપણા એકમ માં કાશ્મીરા બેન પાઠકે ૨૭૦ બેનો ને એકત્રિત કરી વિવિધ કાર્યો કરી રહ્યા છે એ સમાજ નું ગૌરવ છે તેમ જણાવી આપણા સંગઠને મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ સતત બે વર્ષ કર્યું જેમાં સીધાજ ૧૫૦૦૦ થી વધુ આપણા સમાજ ના યુવા યુવતીઓ ને નોકરી, રોજગાર લક્ષી બનાવ્યા.હાલ માં પણ UPSC, GPSC ના ક્લાસિસ દ્વારા યુવા યુવતીઓ ને પ્રસીક્ષણ આપવા માં આવ્યું છે, મોટી સંખ્યા માં ભૂદેવો ઉપસ્થિત રહ્યાં હતા ત્યારે જણાવ્યું હતું કે જે બ્રાહ્મણ સાથે બ્રાહ્મણ એની સાથે નું સૂત્ર આપણે સૌ એ અપનાવવાનું છે. ત્યાર બાદ છ એકમ ના નવા વરાયેલા પદાધિકારીઓ ને અને જિલ્લા ના નવ નિયુક્ત પદાધિકારીઓ ને નિયુક્તિ પત્રો આપવા માં આવતા સમગ્ર હોલ હર હર મહાદેવ ના નારા થી ગુંજી ઉઠ્યો હતો.
આભાર વિધિ જિલ્લા મહામંત્રી કુણાલ ત્રિવેદી એ કરી હતી ત્યારબાદ બ્રહ્મ ભોજન લઇ ને બધા છુટા પડ્યા હતા.

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here