Home Trending Special અમેરિકામાં ગીતાબેન રબારી ઉપર ડોલરનો વરસાદ થયો, લોકગીતોની રમઝટ દર્શકો ઝૂમ્યા

અમેરિકામાં ગીતાબેન રબારી ઉપર ડોલરનો વરસાદ થયો, લોકગીતોની રમઝટ દર્શકો ઝૂમ્યા

131
0
પાટણ: 14 એપ્રિલ

જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ગુજરાતની લોકકલા અને લોકસાહિત્યનું સિંચન કરતો કાર્યક્રમ અમેરિકાના બ્રેડફોર્ડ એવન્યુના વેલેન્સિયા હાઈસ્કૂલ ઓડિટોરિયમમાં લેબોન હોસ્પિટલીટી ગૃપ કોલા હોટેલ ગૃપ અને સીએન ટ્રાવેલ્સ ઓફ આર્ટેસીયાના સંયુક્ત ઉપક્રમે અમેરિકામાં ગુજરાતી ગીતો અને લોકડાયરાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના લોકગાયકો, ગીતા રબારી, સંજય જાદવ અને માયાભાઈ આહીરે ગીતોની રમઝટ બોલાવી હતી. ડાયરામાં લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ દ્વારા માયાભાઈ આહીર, ગીતા રબારીનું સમ્માન કરાયું હતું.

 

અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના લોસ એન્જલસમાં વેલેન્સીઆ હાઈસ્કુલના ઓડિટોરિયમ ખાતે ‘ગીતો ગરવી ગુજરાતના’ લોકડાયરાનો કાર્યક્રમમાં યોજાયો હતો.ગુજરાતના સુપ્રસિધ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી, માયાભાઈ આહીર અને સન્ની જાધવે, લોકસાહિત્ય અને લોકસંસ્કારની વાતો સાથે હળવા હાસ્યની ગમ્મત પણ કરાવી હતી.તેમજ ગુજરાતી ઢાળ અને લ્હેકા સાથે ગુજરાતી લોકગીતો અને ફિલ્મી ગીતોની મધુર મોજ પણ કરાવી હતી. આ તબક્કે લોકગાયિકા ગીતાબેન રબારી ઉપર દર્શકોને ડોલરનો વરસાદ કર્યો હતો.

મહત્વનું છે કે છેલ્લા બે વર્ષના કોરોના કાળ દરમ્યાન કોઈ જ સામાજિક કે સાંસ્કૃતિક જાહેર કાર્યક્રમો થયા નહોતા.કોરોના સંક્રમણ દૂર થતાં અમેરિકામાં ગુજરાતી સમાજના લોકો દ્વારા આવા પોગ્રામ અયોજિત કરી ગેટ ટુ ગેધરના કરી હળવી મોજમજા સામાજિક તેમજ પારિવારિક ઉજવણી કરતા થયા છે .લોસ એન્જલસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં 8હજારથી વધુ લોકોએ હાજર રહીને ગુજરાતી લોકગીતો અને લોકડાયરાની મોજ માણી હતી.


આ અંગે લેબોન હોસ્પિટલીટી ગૃપના ચેરમેન યોગી પટેલે જણાવ્યું કે ગુજરાતી લોકડાયરામાં ગાવતા અને પીરસતા લોકસંસ્કાર અને લોકકથા વાતો તેમજ ગુજરાતની અસ્મિતા અને ગૌરવની વાતોથી આજની યુવા પેઢી અવગત થાય છે અને એ સાંસ્કૃતિક સદગુણો યુવા પેઢીમાં સિંચન થાય છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા લેબોન હોસ્પિટલીટી ગૃપના ચેરમેન યોગી પટેલ ,ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહ તેમજ સ્થાનિક અગ્રણી ગુજરાતી આગેવાન,બાબુભાઇ પટેલ ,અધિર શાહ,મનીષ વ્યાસ,કનકસિંહ ઝાલા,મિહિર ગાંધીએ ખૂબ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ:  Trending Gujarat
Previous articleપાટણમાં જબરેશ્વરી માતાના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ…
Next articleકરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પીટલ દ્વારા કંપવાની સંપુર્ણ સારવાર આપવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here