અંબાજી : 16 માર્ચ
15 માર્ચ વિશ્વ ગ્રાહક અધિકાર દિન
આજરોજ અંબાજી મુકામે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આર્ટ એન્ડ કોમર્સ કોલેજમાં શ્રી જીલ્લા પુરવઠ અધિકારીશ્રી અને વહીવટદારશ્રી શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, માંમાંલાતાદાર સાહેબ શ્રી દાંતા નિયામક શ્રી એન.કે, રાઠોડ સાહેબ , નાયબ નિયંત્રક શ્રી પટેલ સાહેબ ફૂડ ઇન્સ. શ્રી માધવભાઈ, સાયબર ક્રાઇમ ઓફિસરશ્રી શૈલેશભાઈ કોલેજના પ્રિન્સીપાલ શ્રી શંકરભાઈ , પ્રોફેસરો અને કોલેજના બાળકોની હાજરીમાં ગ્રાહક જાગૃતિની વિવિધ ઝાંખીઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો
૧૫ મી માર્ચ વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ એ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા-અંબાજી દ્વારા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓ ને ગ્રાહકલક્ષી શિક્ષણ આપી મજબુત ગ્રાહક અને મજબુત સમાજ બનાવવા માટે આજે એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું..
દીપ પ્રાગટય બાદ સ્વાગત અને ત્યારબાદ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર ના પ્રમુખ શ્રી વિપુલભાઈ ગુર્જર દ્વારા ગ્રાહક ના અધિકારો અને જવાબદારી અંગે માહિતી આપવમાં આવી અને
બનાસકાંઠા જિલ્લા તથા દાંતા તાલુકા ના અધિકારિયો દવારા ગ્રાહકો સાથે થતી વિવિધ પ્રકાર ની છેતરપિંડી અને ગ્રાહકો ની જાગરૂકતા અંગે પ્રિન્ટ અને વિજિયલ જાણકારી આપવામાં આવી.
આજના આધુનિક યુગ માં ઓનલાઈન વ્યવહારોનું ચલણ વધ્યું છે ત્યારે આજના કાર્યક્રમ ની મુખ થીમ જ યોગ્ય ડિજિટલ નાણાકીય પદ્ધતિ રાખવામાં આવેલ. સાયબર ક્રાઈમ અને ઓન લાઈન નાણાકીય વ્યવહારો માં થતી છેતરપિંડી અંગે વિસ્તૃત જાણકારી આપવમાં આવી. અને આવી છેતરપિંડી થી બચવાના ઉપાયો સહિત જો છેતરાઈ ગયા હોય તો ક્યાં ફરિયાદ કરી શકાય તે અંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ ને ઝીણવટભરી માહિતી આપવામાં આવી.
કોલેજ ના પ્રોફેસરો એ પણ આ આર્યક્રમ થકી વિદ્યાર્થીઓ ને આપવામા આવી રહેલી જાણકારી માંથી તેમને પોતાને પણ ખૂબ જ જાણવા મળ્યું તેનો આંનદ વ્યક્ત કર્યો.
ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાંતા અંબાજી ના પ્રમુખ શ્રી વિપુલભાઈ ગુર્જર એ આજના આ દિવસે માનવતાની સાંકળ નામે એક નવીન સેવાકીય કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં લોકો પાસેથી આવેલ ચીજ વસ્તુઓ અને અનાજ કરિયાણાં સહિત ની જીવન ઊપયોગી વસ્તુઓ તાલુકા ના આંતરિયાળ અને છેવાડા ના જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચતી કરવામાં આવશે એવો શુભ આશય વ્યક્ત કર્યો.