અંબાજી : 4 માર્ચ
ગબ્બર પર્વત પર હવે ભક્તો નિહાળશે માં અંબાના 51 શક્તિપીઠનો ઈતિહાસ
હવે 51 શક્તિપીઠનું મહત્વ તેમજ શક્તિપીઠ અંબાજી માં અંબાના પ્રાગટ્યથી લઈને તેમના ઇતિહાસની કહાની લેઝર કિરણો દ્વારા ગબ્બર પર જોઈ શકાશે.
રાત્રી દરમિયાન લેઝર કિરણો ના મદદ દ્વારા માતાજીનો ઇતિહાસ ભક્તો નિહાળી શકશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જેમ હવે લેસર શૉ અંબાજીમાં પણ દેખાશે..
શક્તિપીઠ અંબાજી અને 51 શક્તિપીઠ નું માહાત્મ્ય લેસર શૉ માં દેખાશે…
અંબાજીમાં દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે આવે છે.
અંદાજીત 300 લોકો એકસાથે માં અંબાના પ્રાગટ્ય થી લઇ 51 શક્તિપીઠના મહત્વના ઇતિહાસ તેમજ તેની સાથે જોડાયેલી બાબતોથી અવગત બને તે માટે લેઝર શો શરૂ કરવામાં આવશે
. અંબાજી પર્વત નો સ્ટોન સપાટ હોવાથી આ પર્વત પર લેઝર કિરણો દ્વારા ભક્તોને માં અંબાનો મહિમા તેમજ તેના ઈતિહાસને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવામાં આવશે.