Home Trending Special અંબાજી – ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ નો આઠમો પાટોત્સવ ઉજવાયો

અંબાજી – ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ નો આઠમો પાટોત્સવ ઉજવાયો

146
0
અંબાજી: 15 ફેબ્રુઆરી

દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સપના ને સાકાર બનાવા માટે અને દેશ વિદેશ ના તમામ 51 શક્તિપીઠ ના મંદિરો ને એકજ જગ્યાએ બનાવી લોકો એકજ જગ્યાએ તમામ સક્તિપીઠો ના દર્શન કરી શકે તે માટે યાત્રાધામ અંબાજી ના ગબબર ખાતે 51 શક્તિપીઠ બનાવા માં આવ્યા છે. અંબાજી ના ગબબર ખાતે બનાવા માં આવેલા 51 શક્તિપીઠ નો ખાદ મોહરત જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત ના મુખ્યમંત્રી હતા જ્યારે કરવા માં આવ્યું હતું. આજે અંબાજી ગબબર પર આવેલા 51 શક્તિપીઠ નો આઠમો પાટોત્સવ છે.

વિઓ – અંબાજી ના ગબબર ખાતે ગિરનાર ની જેમ પરિક્રમા ચાલુ કરવા આવી છે. હાલ માં યાત્રાધામ અંબાજી ના ગબબર પર્વત પર આવેલા 51 શક્તિપીઠ ના તમામ મંદિરો એકજ જગ્યાએ માઇભક્તો દર્શન કરી રયા છે. 51 શક્તિપીઠ નો આજે આઠમો પાટોત્સવ છે એમ તો પાટોત્સવ ની તૈયારીઓ અને કાર્યક્રમો ધૂમધામ થી મનાવા માં આવ્તા હોય છે. પણ કોરોના ગાઈડલાઈન મુજબ મર્યાદિત સંખ્યા માં પૂજારીઓ અને ભક્તો દ્વારા પાલકી થી 51 શક્તિપીઠ ની પરિક્રમા કરી હતી. દર વર્ષે 51 શક્તિપીઠ ના પાઠોત્સવ માં 3 દિવસ નો કાર્યક્રમ હોય ધૂમ ધામ થી મનાતો હોય છે પણ કોરોના ના કારણે આજે 1 દિવસ નો કાર્યક્રમ કરવા માં આવ્યો હતો. આજે 51 શક્તિ પીઠો ના તમામ મંદિર અને માતાજી ને ફૂલો થી શણગારવા માં આવ્યા અને 51 સક્તિપીઠો ના પૂજારીઓ દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવા માં આવી હતી. આજે 51 સક્તિપીઠો નો આઠમો પાટોત્સવ હોવા થી ગબબર ખાતે વિશેષ હવન નો કાર્યક્રમ યોજાયો હતો.

આજે 51 શક્તિપીઠો નો આઠમો પાટોત્સવ છે. પણ કોરોના ગાઈડલાઈન મુજબ સાદગી પૂર્વક કાર્યક્રમો યોજમાં માં આવ્યા છે.અને દેશ ના વડા પ્રધાન નું સપનું પૂરું થયું છે હવી લોકો એકજ જગ્યાએ 51 શક્તિપીઠો ના દર્શન અંબાજી ખાતે કરી શકે છે.

આજે અંબાજી ના ગબબર ખાતે 51 સક્તિપીઠો ના તમામ મંદિરો ને ફૂલો થી શણગારવા માં આવ્યા છે. 51 સક્તિપીઠો ના પૂજારીઓ દ્વારા વિશેષ પૂજા કરવા માં આવી છે.અને 51 શક્તિપીઠ નો આઠમો પાટોત્સવ હોવા થી વિશેષ હવન નો કાર્યક્રમ કરવા માં આવ્યો છે.

અહેવાલ : અલકેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here