Home સાબરકાંઠા શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે 108 અને ખિલખિલાટનું નિદર્શન કરાવવામાં આવ્યું.

શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે 108 અને ખિલખિલાટનું નિદર્શન કરાવવામાં આવ્યું.

173
0

ખેડબ્રહ્મા: 2 ડિસેમ્બર


ખેડબ્રહ્મામા શહેરની શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે ઇમર્જન્સી સેવાઓ પૈકીની 108 અને ખિલખિલાટ બંને વાહનોનું તેમના પાયલોટિંગ દ્વારા જ્યોતિ વિદ્યાલયના કેમ્પસમાં આવીને પ્રાથમિક વિભાગના બાળકોને રૂબરૂ નિદર્શન કરાવ્યું હતું.
બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે બાળકો 108 અને ખીલખીલાટની સરકારની સેવાઓથી વાકેફ થાય તે હેતુસર જ્યોતિ વિદ્યાલયના આચાર્ય ધીરુભાઈ પરમારે 108 સેન્ટર પર ડાયલ કરી 108 અને ખિલખિલાટ વાનોને જ્યોતિ વિદ્યાલયના કેમ્પસમાં બોલાવીને ઇએમટી હરેશભાઈ સગર અને પાયલોટ રમેશભાઈ પંડ્યા તેમજ ખીલખિલાટ કેપ્ટન દિલીપસિંહ ચૌહાણ દ્વારા 108 અને ખિલખિલાટ વાન કેવી રીતે કામ કરે છે તેની માહિતી બાળકોને આપવામાં આવી હતી
ઈમરજન્સી એકસીડન્ટ કેસ આકસ્મિક આગ લાગવી તળાવ નદીમાં ડૂબવું ઝેરી દવા પીવી આ ઉપરાંત અનેક ઇમરજન્સી સેવાઓ માટે 108 કામ કરી રહી છે.

આવી આકસ્મિક તકલીફ થાય ત્યારે 108 ઉપર ડાયલ કરવાનો રહે છે
જેના માટે કોઈ ચાર્જ લાગતો નથી 108 ડાયલ કરવાથી અમદાવાદ બ્રાન્ચમાં થી જે તે વિસ્તારમાં એક્સિડન્ટ કેસ બન્યો હોય તે એરિયામાં લગભગ 10 થી 15 મિનિટના સમયગાળામાં 108 તાત્કાલિક પહોંચતી હોય છે
દર 10 કિલોમીટરના અંતરે 108 વાન ઈમરજન્સી સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે
જે વિનામૂલ્ય લોકોને સેવાઓ પૂરી પાડે છે 108 ના ગુજરાત સરકારના આ સરાહનીય પગલાથી ઘણા એક્સિડન્ટ કેસોમાં લોકોના જીવ બચાવ્યા ના અનેક ઉદાહરણો તેમને વર્ણવ્યા હતા


એક સંજીવની તરીકે 108 કામ કરી રહી છે તે ગુજરાતની જનતા માટે ગૌરવ લેવા જેવી વાત છે
એ જ પ્રમાણે ખિલખિલાટ સરકારી હોસ્પિટલોમાં ડિલિવરી વખતે પોતાના ઘરથી હોસ્પિટલ સુધી અને હોસ્પિટલથી માતાના ઘર સુધી ખિલખિલાટ વિના મૂલ્ય સેવાઓ આપે છે કદાચ ખેડબ્રહ્મા ની માતા ગાંધીનગર રહેતી હોય અને ખેડબ્રહ્મા આવ્યા બાદ પ્રસંગ પીડા થયા બાદ તેમની ડિલિવરી કરાવ્યા પછી તેમના રહેઠાણના સ્થળે પણ વિના મૂલ્ય મોકલવામાં આવે છે

સ્ત્રીઓ માટે ગુજરાત સરકારની આ સરાહનીય કામગીરીને વંદન છે
બાળકોની મૂંઝવતા પ્રશ્નો પણ 108 ના પાયલોટ અને ઇએમટી ને પૂછવામાં આવતા તેના સંતોષકારક જવાબો આપ્યા હતા
શ્રી જ્યોતિ પરિશ્રમમાં રૂબરૂ આવીને પ્રાથમિક ના બાળકોને 108 અને ખિલખિલાટ ની માહિતી આપવા બદલ ઈએમટી હરેશભાઈ સગર અને પાયલોટ રમેશભાઈ પંડ્યા તેમ જ ખીલખીલાટ કેપ્ટન દિલીપસિંહ ચૌહાણનો શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી ધીરુભાઈ પરમારે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ : રોહિત ડાયાણી સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here