Home પાટણ પાટણમાં રાજ્યકક્ષા સિનિયર ભાઈ બહેનોની જુડો સ્પર્ધા યોજાઈ…

પાટણમાં રાજ્યકક્ષા સિનિયર ભાઈ બહેનોની જુડો સ્પર્ધા યોજાઈ…

201
0

પાટણ : 31 જુલાઈ


પાટણ રમત ગમત સંકુલ ખાતે રાજ્યકક્ષાની ભાઈઓ બહેનોની ઝુડો ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ હતી . જેમાં રાજ્યના 22 જિલ્લાના 160 ખેલાડીઓએ અલગ અલગ વજન કેટેગરીમાં ભાગ લઈ પોતાના કૌશલ્ય બતાવ્યા હતા વિજેતા થનાર ખેલાડી આગામી સમયમાં ગુજરાતમા યોજાનાર 36 માં નેશનલ ગેમ્સની સ્પર્ધામાં ભાગ લેશે

● રમત ગમત સંકુલ ખાતે જુડો ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ
● ગુજરાતના 22 જિલ્લાના ભાઈ – બહેનો મળી કુલ 160 ખેલાડીઓએ ભાગ લીધો
● અલગ અલગ વજનની સાત કેટેગરીમાં જુડો ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ
● વિજેતા થનાર ખેલાડીઓ આગામી સમયમાં લખનૌઉ ખાતે યોજાનાર રાષ્ટ્રકક્ષાની જોડો સ્પર્ધામાં ભાગ લેશે

ગુજરાત રાજ્ય કક્ષા સિનિયર ભાઈઓ અને બહેનોની જુડો સ્પર્ધા પાટણના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે પાટણ જિલ્લા ઝુડો એસોસિએશન અને જય સીયારામ ફાઉન્ડેશનના દ્વારા યોજાઈ હતી આ જુડો સ્પર્ધામાં 75 બહેનો એ 48 kg થી લઈ 78+ વજનની કેટેગરીમાં તથા 85 ભાઈઓએ 60 kg થી લઈ 100+ વજનની કેટેગરીમાં ભાગ લઈ પોતાના કૌશલ્ય બતાવ્યા હતા . પાટણ ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ભાવનગર સહિતના જિલ્લાના ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો . જુડો સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને જય સીયારામ ફાઉન્ડેશન દ્વારા પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા . આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ અને બીજો ક્રમ મેળવનાર ખેલાડી આગામી સમયમાં લખનૌઉ ખાતે યોજાનાર રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે.

જય સીયારામ ફાઉન્ડેશનના પ્રણવ રામીએ જણાવ્યું હતું કે પાટણના આંગણે યોજાયેલ રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં 22 જિલ્લાના 160 ખેલાડી ભાઈ બહેનોએ ભાગ લીધો છે આ સ્પર્ધામા વિજેતા થનાર પ્રથમ અને બીજો નંબતર પ્રાપ્ત કરનાર ખેલાડીઓનો પ્રશિક્ષણ કેમ્પ કરવામાં આવશે અને તેમાં સિલેક્શન થનાર ખેલાડીઓ આગામી સમયમાં ગુજરાત ખાતે યોજાનાર 36 માં નેશનલ ગેમ્સ સ્પર્ધામાં ભાગ લેશે

અહેવાલ : ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here