સુરેન્દ્રનગર : 7 માર્ચ
લાયન્સ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી રીનોવેશનના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્ય
થાન
થાનગઢમાં આવેલી એક માત્ર ગર્લ્સ હાઇસ્કુલ સંભાળના અભાવે જર્જરીત બની ગઇ હતી.આથી અભ્યાસ કરતી 700થી વધુ દિકરીઓને હાલાકીનો સામનો કરવો પડતો હતો.આથી લાયન્સ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી રીનોવેશનના કામનુ ખાતમુહર્ત કરાયુ હતુ.આથી આગામી સમયમાં રીનોવેશન કરવામાં આવશે.
થાનગઢમાં લાયન્સ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વર્ષો પહેલા નિર્મિત કરવામાં આવેલ શહેરની એકમાત્ર ગર્લ્સ હાઈસ્કૂલ સમય જતાં જર્જરિત થઇ હતી. અને ભૂકંપમાં વધુ નુકશાન થતાં ત્યાં અભ્યાસ કાર્ય થાય તેમ ના હોવાથી અભ્યાસ માટે આવતી 700દીકરીઓનીઅત્યારે પાસેના હાઈસ્કૂલના મકાનમાં બેસવાની વ્યવસ્થા કરી હતી. આ જર્જરિત ગર્લ્સ હાઈસ્કૂલનું રીનોવેશન કરવું હોય તો 75 લાખ રૂપિયા એકઠાં કરવા પડે તેમ હતા.
આથી લાયન્સ કલબ ટ્રસ્ટ થાનગઢના સુરેશભાઇ સોમપુરા, પ્રયત્નથી લાયન્સ કલબ ઇન્ટરનેશનલના અશોકભાઇ મહેતાની ભલામણથી લાયન્સ કલબ ઇન્ટરનેશનલ તરફથી રૂપિયા 50લાખ અને સી. યુ. શાહ પરિવાર તરફથી રૂપિયા 25 લાખના દાનની સંમતિ મળી ગઇ હતી.આથી સુરેશભાઇ સોમપુરા, નગરપાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા, લાયન્સ કલબ પ્રમુખ પ્રવીણભાઇ પુજારા, પ્રકાશભાઇ લખતરીયાના વરદ્દ હસ્તે શુભ પૂજા કરવામાં આવી તેમજ નિતીનભાઇ શાહ, પ્રભુદાસ પ્રજાપતિના વરદ્દ હસ્તે રીનોવેશનના કામની શુભ શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે ભૂતપૂર્વ વિધાર્થી હાજર હતા. આ પ્રસંગને સફળ બનાવવા માટે મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય શિક્ષકોએ પ્રયાસ કર્યા હતા.