ખેડબ્રહ્મા: 26 નવેમ્બર
ખેડબ્રહ્મા શહેરમાં આવેલ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય ની મુલાકાત જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલના સાનિધ્યમાં લેવામાં આવી હતી.
બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયના જ્યોતિ દીદી એ બાળકોને તથા જોતી પરિવારને આવકારી સ્ટાફ પરિવારને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું
બાળકોને તેમની કક્ષા પ્રમાણે આધ્યાત્મિક જ્ઞાન ની ગંગા વહાવી હતી
બાળક એ તો ભગવાનનું સ્વરૂપ છે ભગવાનને બાળકો ખૂબ પ્રિય હોય છે. નાના બાળકો કુમળા છોડ જેવા હોય છે તેમને જેમ વાળીએ તેમ વળે
તેમનામાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે તો તેમના જીવનમાં ઘણો બધો બદલાવ આવી શકે છે આપણે સૌએ કેવી રીતે જીવવું જોઈએ તે અંગેનું જ્ઞાન બાળકોને આપવામાં આવ્યું હતું
નાના ચીકી દીદી દ્વારા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય ખાતે આવેલ પ્રદર્શન નું નિદર્શન કરાવી બાળકોને સૂક્ષ્મ સ્વરૂપમાં માહિતી આપવામાં આવી હતી
આપણે હંમેશા સાચું બોલવું જોઈએ, કોઈને નડતર રૂપ ન બનવું જોઈએ.
એકબીજા સાથે પ્રેમ પૂર્વક વર્તવું જોઈએ. નાના સાથે દોસ્તી અને મોટાને માન આપીને એક બીજા નો આદર કરવો જોઈએ
પહેલા ગુરુ માતા પિતા, બીજા ગુરુ શિક્ષકો અને ત્રીજા ગુરુ આવા વિશ્વવિદ્યાલય બ્રહ્માકુમારી ના કેન્દ્રો દ્વારા આધ્યાત્મિક શિક્ષણ પણ આપવામાં આવે છે.
જ્યોતિ દીદી એ ઉપસ્થિત તમામ બાળકોને પોતાના માતા પિતા સાથે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય
ની મુલાકાત લેવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં બ્રહ્માકુમારીના સેન્ટરો દ્વારા અવિરત જ્ઞાનગંગા વહેવડાવવામાં આવે છે
આબુરોડ,માઉન્ટ આબુ ખાતે પણ વિશ્વની સૌથી મોટી વિશ્વવિદ્યાલય શાંતિ સ્પાર્ક તરીકે ઓળખાય છે
વિશ્વમાંથી લોકો અવારનવાર આ સેન્ટરની મુલાકાત લે છે
બાળકોને પણ એકવાર આ દિવ્ય શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા ના દિવ્ય દર્શન માટે માઉન્ટ આબુ ખાતે મુલાકાત માટે લઈ જવા આચાર્ય સુરેશભાઈએ જણાવ્યું હતું
બાળકો આ સેન્ટરની મુલાકાતથી ખૂબ પ્રભાવિત થયા હતા.
બાળકો સાથે જ્યોતિ વિદ્યાલય ના આચાર્ય સુરેશભાઈ પટેલ, પ્રાથમિક વિભાગના આચાર્ય ધીરુભાઈ પરમાર તથા સમગ્ર જ્યોતિ પ્રાથમિક પરિવાર પણ જોડાયો હતો.
બાળકોએ બ્રહ્માકુમારી સેન્ટરની મુલાકાત લેવા બદલ જ્યોતિ દીદીએ જ્યોતિ પરિવારનો આભાર માન્યો હતો