પાટણ: 2 એપ્રિલ
પાટણમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધ ના કાર્યક્રમમા પોલીસ દ્વારા કોંગ્રેસ આગેવાનો કાર્યકરો ની અટકાયત કરવા મામલે મામલો ઉગ્ર બન્યો હતો અને ધારાસભ્ય સહિતના આગેવાનો કાર્યકરો એસપી કચેરી ના ગેટ આગળ બેસી જઈ પોલીસ વિરોધી સુત્રોચ્ચાર ઓ પોકારી દેખાવો કર્યા હતા.
સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં વધતા જતા ભાવોના કારણે મોંઘવારીએ માઝા મૂકી છે . તો બીજી તરફ ગેસના બોટલના ભાવોમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે . મોંઘવારીના કારણે માધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે પરંતુ કેન્દ્ર સરકાર મોંઘવારી ઉપર અંકુશ મુકવામાં નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ સાથે આજરોજ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ , દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોંઘવારી વિરોધ સુત્રોચ્ચાર અને રામધૂન બોલાવવામાં આવ્યા હતા . જોકે , વિરોધ નોંધાવી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી . કાર્યક્રમ બાદ પત્રકારો સાથે ચર્ચા કરતા હતા ત્યારે જિલ્લા કોંગ્રેસ શંકરજી ઠાકોરની અટકાયત કરી લઈ જતા ધારાસભ્ય કિરીટ પટેલ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને મામલો એસ.પી. કચેરી પહોંચ્યો હતો પાટણ ધારસભ્ય કિરીટ પટેલએ ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે , બે ત્રણ દિવસમાં પાટણ જિલ્લામા દારૂ , જુગાર , બે નંબરના અડ્ડા બંધ નહીં થાય તો જનતા રેડની ચોમકી ઉચ્ચારી હતી .