દિલ્હી : 1 ફેબ્રુઆરી
નિર્મલા સીતારમણ પણ રાષ્ટ્રપતિ ને મળી સંસદ ભવન પહોંચી પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બજેટ પર ચર્ચા માટે કેબિનેટ બેઠકમાં સંપૂર્ણ ચર્ચા થઈ હતી. આ બેઠકમાં બજેટને મંજૂરી મળી ગઈ હોઈ હવે તેને સંસદમાં રજૂ કરી રહ્યા છે. પીએમ મોદીની સાથે રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રેલવે અને સંચાર તથા આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી પણ કેબિનેટ બેઠકમાં સામેલ થયા હતા.
બજેટમાં મેક ઇન ઇન્ડિયા ,સ્ટાર્ટપ ઇન્ડિયા , પ્રાકૃતિક ખેતી અને આરોગ્ય ઉપરાંત પાંચ રાજ્યો ની ચૂંટણી ને ધ્યાનમાં રાખી કોઈ ખાસ યોજનાઓ વિશે બજેટમાં આયોજન થશે તેમ મનાઈ રહયુ છે.બજેટને લઈ કોર્પોરેટ અને નોકરીયાત મધ્યમવર્ગને ખાસ છુંટછાટની આશા છે તો ખેડૂતોને પણ એમએસપી સહિતની ખાદ્ય ઉત્પાદનના ભાવ નિર્ધારિત કરતી પોલિસી ની આશા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટટ ક્ષેત્રે આગળ ધપાવવા અને નવા રોજગાર ઉભા કરવા બજેટમાં કેવા કસબ કરતબ અજવાયા છે તે બજેટ ભાષણ પૂર્ણ થયા બાદ અવલોકશે.