Home ગોધરા જૂનાગઢના દાતાર રોડ વિસ્તારની ગુમ થયેલી મહિલાનુ ગોધરા સખી વન સ્ટોપ સેન્ટરની...

જૂનાગઢના દાતાર રોડ વિસ્તારની ગુમ થયેલી મહિલાનુ ગોધરા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે તેના પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન…

120
0

ગોધરા : 19 જાન્યુઆરી


એક જાગૃત નાગરિક દ્વારા તા.૧૬ જાન્યુઆરીના રોજ રાત્રીના૯:૩૦ કલાકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવ્યું હતું કે પાંજરાપોળ એક અજાણી મહિલા આંટા ફેરા કરે છે જે ફોનના આધારે અભયમની ટીમ સ્થળ ઉપર પહોંચી આ મહિલાનુ રેસ્ક્યુ કરી ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા આશાદીપ ફાઉન્ડેશન સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સોંપવામાં આવી હતી ત્યાર બાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક અને સ્ટાફ દ્વારા મહિલાનુ સતત કાઉન્સેલીંગ કરતા આ મહિલા જૂનાગઢ જિલ્લાના દાતાર રોડ વિસ્તારની હોવાનું જણાવ્યું હતું ત્યારે જૂનાગઢ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરીને આ મહિલાની વિગતો આપવામાં આવી હતી. જૂનાગઢ સખી વન સ્ટોપની ટીમે તેમના પરિવારનો સંપર્ક કરતા આજરોજ આ મહિલાના દીકરા સાબિરભાઈ પઠાણ ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાને લેવા માટે આવ્યા હતા જયારે મહિલા ને સહીસલામત જોઈ પરીવારજનો એ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારબાદ પરિવાર જનો એ સખી વન સ્ટોપ સેન્ટર ની ટીમ નો આભાર માન્યો હતો.

અહેવાલ : કંદર્પ પંડ્યા (ગોધરા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here