ગોધરા : 23 માર્ચ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા શાખા દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા 124 યુનિટ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ તેમજ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના રજીસ્ટાર શ્રી અનિલભાઈ સોલંકી તેમજ રેડક્રોસ ના ચેરમેન જે. વી. ભોલંદા સાહેબ, શામળાજી કોલેજના ટ્રસ્ટી વિશાલભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા.