આણંદ: 28 એપ્રિલ
વાસદ ખાતે એસવીઆઈટી દ્વારા 36 કલાકની ઓફલાઇન હેકાથોન સ્પર્ધા “HackSVIT” નું રાષ્ટ્રીય સ્તરે આયોજન કરવામાં આવ્યુ છે. દેશભરમાંથી 118 ટીમોએ આ ઇવેન્ટ માટે નોંધણી કરાવેલ છે. પ્રથમ વિજેતા ને 50 હજાર, અને બીજા વિજેતા ને ૩૦ હજાર અને ત્રીજા વિજેતા ને 20 હજાર ની ઇનામી રકમ પ્રાપ્ત થશે.
આણંદ જિલ્લાના વાસદ ખાતે એસવીઆઈટી દ્વારા ૨૯મી એપ્રિલ થી ૧લી મે ૨૦૨૨ ના એસવીઆઈટી ના કોડિંગ ક્લબ તથા હેક ક્લબના સહયોગથી હેકાથોન સ્પર્ધા “HackSVIT” નુ આયોજન કરવામાં આવ્યુ છે. અવિરત ૩૬ કલાક ચાલનારી આ સ્પર્ધા માં ભાગ લેનાર તમામ સ્પર્ધકો અને ટીમો, ટીમવર્ક દ્વારા સમુદાય નિર્માણ, આધુનિક નુતન વિચારો દ્વારા આકર્ષક પ્રોજેક્ટ્સ બનાવવા સાથે-સાથે વર્કશોપ અને માર્ગદર્શન સત્રો, નેટવર્કિંગ સત્રો અને મનોરંજક મિની-ઇવેન્ટ્સમાં હાજરી આપવાની તક મળશે. આ હેકાથોનની મુખ્ય થીમ બ્લોક ચેઈન, ફિનટેક, સમાજ કલ્યાણ, આબોહવા પરિવર્તન, શિક્ષણ અને ઓપન ઈનોવેશન છે.દેશભરમાંથી ૧૧૮ ટીમોએ આ ઇવેન્ટ માટે નોંધણી કરાવેલ છે. પ્રથમ વિજેતા ને ૫૦ હજાર, બીજા વિજેતા ને ૩૦ હજાર અને ત્રીજા વિજેતા ને ૨૦ હજાર ની ઇનામી રકમ પ્રાપ્ત થશે.
કોવિડની મહામારી બાદ પ્રથમ વખત ઓફલાઇન યોજાનારી આ સ્પર્ધા MLH ની ઇવેન્ટ સભ્ય છે. મેજર લીગ હેકિંગ એ અધિકૃત વિદ્યાર્થી હેકાથોન લીગ છે જે વૈશ્વિક સ્તરે કાર્યરત છે. MLH સાથે જે હેકાથોન અનુબંધિત થાય છે તે દરેક હેકાથોનને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત થાય છે.