સુરેન્દ્રનગર : 25 માર્ચ
ઉધોગકારોને 80 ટકાજ ગેસ વાપરવા આદેશ20 ટકા વધુ ગેસ વાપરેતો 121 લેખે ભાવ ચુકવવોપડશે
થાન સીરામીક ઉધોગને અપાતા ગેસના વપરાશના આધારે ભાવમાં ફેરફારથી ઉધોગકારોમાં રોષ2,40,000 લાખ કિલો ગેસનો માસીક વપરાશ સામે હાલ 1,80,000કિલો ગેસ સુધી 61.96 રૂપીયા ત્યારબાદ ભાવ 106 રૂપીયા લેવા છે.
1,92,000 કિલો ગેસના વપરાસ બાદ ભાવ રૂ.121 થતા 58,08,000નો વધારાનો બોજો વધશે
મુખ્ય રો મટીરીયલ્સના ભાવ વધારાનાથી જુજતા ઉધોગપર ગેસના ભાવ વધારાના મારથી સીરામીક ઉધોગ મરણ પથારીએ
ગુજરાત ગેસ કંપની દ્વારા ઉધોગોને આપવામાં આવતા નેચરલ ગેસના વપરાશમાં 20 ટકા કાપ મુકવા તાકીદ કરાઇ છે.જેમાં ઉધોગકારોને 80 ટકા વપરાસ બાદ જે 20 ટકા ગેસ વાપરે તેના 121 લેખે ભાવ લેવાની જાહેરાત કરાઇ છે.આથી ઉધોગકારોમાં રોષ ફેલાયો છે.થાન ઉધોગમાં 2,40,000 માસીક વપરાસ સામે 1,92,000 કિલો ગેસના વપરાસ બાદનો ભાવ વધારાથી 58,08,000નો વધારાનો બોજ ઉધોગકારોને ભોગવવો પડશે.
થાનગઢમાં વર્ષ 1913સોરાબ દલાલ ટાઇલ્સથી શરૂ થયેલો 103 વર્ષના ગૌરવ વંતા ઇતિહાસ ધરાવે છે. જેમાંઆશરે 300થી વધુ એકમો સાથે વિશ્વકક્ષાએ સીરામીક વસ્તુઓ ઓરસિયા, કમળ, પોખરા, વેસ્ટર્ન પોખરા સાથે આધુનિક ગેડી સહિતની 100થી વધુ વસ્તુઓ એક્સપોર્ટ કરી જિલ્લાને આગવી ઓળખ આપી રહ્યો છે.થાનમાં વર્ષ 2005માં ગુજરાત સરકારે એકમોને ગેસની લાઇન આપી ત્યારે 1 કિલો ગેસના રૂ.13 ભાવ હતો.જેમાં ઓગષ્ટ 2020માં ભાવ 26.08 હતો તેમાં જેમાં ઓગષ્ટ 2021માસમાં રૂ.4.62 વધારો કરીતા તે રૂ.35.14ના ભાવે 1 કિલો મળતો હતો તેના રૂ.39.76 થઇ ગયા હતા.આમ કોરોના કપરા સમયમાં રૂ.13.07નો વધારો થયો હતો.તા.31 ઓક્ટોબરે ભાવ વધારા સાથે રૂ.61.96 થઇ ગયો છે.થાન ઉધોગોમાં હાલ 2.40 લાખ કિલો ગેસનો વપરાશ છે.જુના ભાવ રૂ.39.76 મુંજબ ઉધોગકાર રૂ.95,42, 400 ચુકવતા હતા. તે તા.13 ઓક્ટોબરના ભાવ વધારા સાથે રૂ.50.26 થઇ જતા રૂ.12,230,400 વધારે ચુકવવા પડતા હતા.હવે ભાવ રૂ.61.96 થઇ જતા રૂ.14,87,0400 ચુકવવા પડશે.
આમ સીરામીક ઉધોગ પર 26,40,000નો બોજો થતો હતો.હાલ ગેસના વપરાશ અંગે નવા નિયમ જાહેર કરાયા છે.જે મુંજબ 2,40,000 કિલો વપરાસ સામે 1,80,000 કિલો વપરાશ સુધી ભાવ રૂ.61.96 ત્યારદ બાદ રૂ.106 ભાવ લેવાનો નિર્ણય કરાયો હતો.ત્યારે હાલ ગુજરાત ગેસ લીનો નવો નિર્ણયજાહેર કરી ગેસના વપરાશમાં 20 ટકા કાપમુકવાની ઉધોગકારોને જાણ કરાઇ છે.જો 80 ટકા વપરાશ બાદ 20 ટકા ગેસના વપરાશ પર રૂ.121 લેખે ભાવ લેવાશેનું જણાવ્યુ છે.આમ થાન ઉધોગમાં 2,40,000 કિલો ગેસનો માસીક વપરાસ છે.જેમાં 1,92,000 કિલો ગેસના વપરાસ બાદ 48000 કિલો ગેસ વાપરેતો 58,08,000 દર મહિને બોજો પડશે.અત્રે ઉલ્લેખનીય છેકે સુરેન્દ્રનગરને ટેક્ષ્ટાઇલ હબ બનાવવાની વાતો વચ્ચે ગેસભાવવધારો સીરામીક ઉધોગને નાબુદ કરવાની કગાર પર લઇ આવ્યો છે.
હાલ રૂ.61.96 છે તે કાપના 20 ટકાથી વધુ વપરાશ કરે તો 121માં પડે
થાનગઢમાં 10 વર્ષ પહેલાં સિરામિક ગેસની શરૂઆત થઈ ત્યારે રૂપિયા 13 ભાવ હતો આજે રૂપિયા રૂ.61.96 થયો છે. મોંધા રોમટીરીયલ અને તેમાં પણ ગેસનો ભાવ વધારોથી પ્રોડક્ટ ઉત્પાદનના ભાવ વધી ગાય છે.નવા નિયમ પ્રમાણે 20 ટકા ગેસના વપરાશ પર વધારોનાંખવામાં આવ્યો છે.તે મુંજબ 80 ટકા યુઝ બાદ જે 20 ટકા વધારે ગેસવાપરો તેનો ભાવ 121 રૂપીયા લેખે પડશે.
-સુરેશભાઇ સોમપુરા પ્રમુખ પાંચાળ
સીરામીક ઉધોગ બંધ થશે તો 50 હજારથી વધુ લોકોની રોજીને અસર થશે
થાનગેસના સતત ભાવ વધારાના કારણે સીરામીક ઉધોગ વિદેશી કંપની સામે ઉભો રહેવાનો તો દુર પરંતુ બંધ થવાના આરે આવી ગયો છે.આ સીરામીક ઉદ્યોગ માત્ર ઉધોગ નહીં પરંતુ 50 થી 60 હજાર લોકોની રોજીરોટીનું એકમાત્ર સાધન છે.થાનમાં 300થી વધુ સીરામીક કારખાનામાં છે આગામી સયમમાં જો ગેસના ભાવ વધારાના કારણે સીરામીક ઉધોગો બંધ થાય તો માત્ર ઉધોગનહીં પરંતુ હજારો લોકોની રોજીરોટીને અસરકરશે.
-શાંતીલાલ પટેલ ઉપપ્રમુખ પાંચાળ સીરામીક એસોસીએશન
ગુજરાત ગેસના સસ્તા વિકલ્પની તૈયારીઓ શરૂ
થાનગઢમાં વધતા ગેસના ભાવોને લઇ 60 થી 70 એકમો બંધ થયા હતા.જેને લઇ સીરામીક એસોસીએશને તેનો વિકલ્પ શોધ્યો છે.ત્યારે સીંગાપોરની કંપની સાથે આગામી સમયમાં સીરામીક એસોસીએશને મીટીંગનુ આયોજન કરાયુ છે.જેમાં સીરામીક એકમો ગુજરાત ગેસથી સસ્તા ભાવે ગેસ પુરો પાડતી સીંગાપોરની એનર્જીકંપની સાથે જોડાશે. હાલ ગુજરાત ગેસ 8350 કેલેરીનો ભાવ રૂ.61.96 રૂપિયા ભાવે પડે છે.જ્યારે સિંગાપુરની કંપની આટલી જ કેલેરીના 45 રૂપિયામાં આપવા ગેરંટેડ સહમત છે. આનાથી પ્રોડક્શન કોસ્ટ નીચી આવશે. જેથી ચાઈના સામે હરીફાઈ માં સીરામીક ઉદ્યોગ ટકી શકશે અને એક્સપોર્ટમાં વધારો થશે.અને હાલ મરણ પથારી એ ચાલતા સીરામિક ઉદ્યોગને હૂંફ મળશે.
થાનગઢમાં સીરામીક ઉધોગને અપાતા ગેસમાં ભાવ વધારાના કારણે અસરથઇ રહી છે.