અંબાજી : 6 માર્ચ
કળિયુગ માં આવી ઘટના બનતા કુતુહલ સર્જાયું…..
ગુજરાત ના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે મંદિર ની બહાર ના ભાગે આવેલ પૌરાણિક પરશુરામ મહાદેવ મંદિર માં રાત્રિ ના સમયે અચાનક લોકો ની ભીડ ભેગી થવા પામી હતી જેમાં લોકો દ્વારા મહાદેવ ના વાહન એવા પોઠિયા કેં જેને શિવ પરિવાર માં નંદી ના નામથી ઓળખાય છે તે મારબલ ની મૂર્તિ દ્વારા અચાનક પાણી પીવાની વાત ફેલાતા લોકો ના ટોળે ટોળા આ ઘટના ને જોવા માટે મંદિર માં ભેગા થયા હતા જ્યાં અમુક લોકો દ્વારા ચમચી વડે શિવ લિંગ સમક્ષ બેસાડેલ મારબલ ના નંદી ને પાણી પીવડાવતા જોવા મળ્યા હતા ,અને આ વાત લોકો દ્વારા ફેલાવતા વધુ પ્રમાણ માં લોકો શિવ મંદિર ખાતે ભેગા થયા હતા અને વાટકી માં પાણી લઈ ચમચી વડે નંદી ને પાણી પીવડાવવા લાગ્યા હતા અને પાણી મૂર્તિ ની અંદર ઉતરતું જોવા મળતા નંદી પાણી પીવે છે એવી વાત બજાર માં ફેલાતા લોકોમાં નંદી ની મૂર્તિ ને પાણી પીવડાવવા માટે હોડ લાગી હતી .
૨૧ મી સદી ના આધુનિક ટેકનોલોજી ના યુગ માં આવી ઘટના બનાત લોકો માં અચરજ ફેલાયું હતું અને લોકો મારબલ ના નંદી ને પાણી પીવડાવવા માટે ઘર થી સપરિવાર શિવ મંદિરે આવી પહોંચ્યા ના દૃશ્ય જોવા મળયા હતા. ઉલ્લેખનીય છે કે શિવરાત્રી પછી પહેલી વાર એવું જોવા મળ્યું કે વગરકોઈ તહેવારે લોકો આટલી સંખ્યા માં રાત્રિ ના સમયે પરશુરામ મંદિર માં એકઠા થયા હતા,ત્યારે હાલ આ બાબતે ઉતાવળ કરી કઈ પણ કહેવું એ યોગ્ય નથી ત્યારે લોકો ની શ્રધ્ધા કે અંધશ્રદ્ધા અને શું કહેવું તે હાલ માં પ્રશ્ન બનેલ છે