સુરેન્દ્રનગર: 7 જાન્યુઆરી
પાટડીમાં ચાઇનીઝ દોરીથી ઘાયલ પેન્ટાસ્ટ્રોક પક્ષીને રેસ્ક્યું કરી બચાવાયું
કુદરતના સફાઇ કામદાર તરીકે ઓળખાતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયુ છે. સને 1996માં બી.એન.એચ.એસ.ની ટીમેં કરેલા સર્વેમાં ગીધની સખ્યાંમાં 95 %નો ઘટાડો થયો હોવાની ચોંકાવનારી વિગતો સામેં આવી હતી. કારણ કે, નિ:શુલ્ક સફાઇ કામદાર તરીકે પર્યાવરણને ચોખ્ખુ રાખતું ગીધ આજે પોતે જ સાફ થઇ ગયું હોવાની વાતો સંભળાય છે. જેમાં સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ અને સ્લેન્ડરબીલ્ડ ગીધની સખ્યાં તો પુરા વિશ્વમાં 95 % કરતા પણ ઓછી થઇ ગઇ છે. ત્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા ચાઇનીઝ દોરી અબોલ પક્ષીઓ માટે ઘાતક બનવા પામી છે. જેમાં ઘાતક ચાઇનીઝ દોરીથી દુર્લભ ગીધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા એને જીવદયા પ્રેમી દ્વારા બચાવાયું હતુ. આ અંગે દુર્લભ ગીધને બચાવવા માટે સુરેન્દ્રનગર જીલ્લા કો-ઓર્ડિનેટર તરીકે કામ કરતા આદિત્ય રોય જણાવે છે કે, સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી, લખતર અને ધ્રાંગધ્રા પથંકમાં સફેદ પીઠ ગીધ અને એમનું નેસ્ટીંગ મોટા પ્રમાણમાં જોવા મળ્યું છે. એમાય ઘાતક ચાઇનીઝ દોરી દુર્લભ ગીધ સહિતના અબોલ પક્ષીઓ માટે મોતના ઉઘાડા દ્વાર સમી બનવા પામી છે. આથી પોલીસ વિભાગ સહિત લાગતા વળગતા તંત્ર દ્વારા આ ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવી કડક કાર્યવાહી કરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.
પાટડીના નવરંગપુરાના યુવાનોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન : અઢી કલાકની જહેમત પછી જાળીમાં ફસાયેલી શાહૂડીને સલામત રીતે મુક્ત કરી
પાટડી તાલુકાના નવરંગપુરા ખાતે વરસંગભાઈ સિંધવના ખેતરમાં ભૂંડથી રક્ષણ માટે બાંધવામાં આવેલી નેટમાં શાહુડી ફસાઈ ગઈ હતી. ત્યારે પીંછાદાર શરીરને કારણે નિકળવા મથતી શાહુડી જાળીવાળી નેટમાં વધારે ફસાતી જતી હતી. આથી નવરંગપુરા ગામના યુવાનો ધવલ સિંધવ, વિપુલ કટારીયા, કિસન સણોલ, ચંદન પટેલ, ભગીરથ ચાવડા અને ચિંતન મહેતા વગેરે યુવાનોની ટીમે સતત અઢી કલાક જહેમત કરી આ શાહુડીને સહી સલામત મુક્ત કરી ખુલ્લી જગ્યામાં છોડી હતી. આ રેસ્ક્યુ દરમ્યાન યુવાનોએ શાહૂડીના કાંટા વાગતા હોવા છતાં જીવની પરવા કર્યા વગર જીવદયાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડી માનવતાની મહેંક પ્રસરાવી શાહુડીને નવજીવન આપ્યું હતુ.
ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાની સાથે ચાઇનીઝ દોરીનો વેપલો બેરોકટોક રીતે વધ્યો છે. ત્યારે પાટડીના શક્તિમાતા મંદિરે એક પેન્ટાસ્ટ્રોક પક્ષી ચાઇનીઝ દોરી લોહિલુહાણ બનીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યું હતુ. આથી બજાણા ઘૂડખર અભયારણ્ય વિભાગના નિવૃત રોજમદાર જગદિશભાઇ રાવલ સહિતના યુવાનોએ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ ચાઇનીઝ દોરીથી ઘાયલ પેન્ટાસ્ટ્રોક પક્ષીને બચાવીને બજાણા અભયારણ્ય વિભાગના સ્ટાફને બોલાવીને આ ઘાયલ પક્ષીને રેસ્ક્યુ કરીને બજાણા કેર સેન્ટર ખાતે લાવી તાકીદે પશુ ચિકિત્સક દ્વારા સારવાર કરાવીને નવજીવન આપી બચાવી લેવામાં આવ્યું હતુ.