સુરેન્દ્રનગર: 17 ડિસેમ્બર
લીંબડી તાલુકા ના ભથાણ ગામે સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક- જાંબુ શાખા દ્વારા મેગા ગ્રામસભા નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સરકાર શ્રી તરફથી વિવિધ વીમા યોજના જેમ કે પ્રધાનમંત્રી જન ધન બચત ખાતા,પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના તથા અટલ પેન્શન યોજના વિશે લોકોને માહિતી આપવા માં આવી હતી કે જેને કારણે લોકો આ યોજના થી વધુમાં વધુ માહિતગાર થાય અને આ યોજના નો વધુમાં વધુ લાભ લે. આ ગ્રામસભામાં સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક ના રીજીયોનલ મેનેજર શાહેબ શ્રી વિજયભાઈ ડી દવે, સાહેબ શ્રી કે સી મોરે,શાહેબ શ્રી રાહુલભાઈ પરમાર,સાહેબ શ્રી ડી ડી એમ નાબાર્ડ અર્જુબરનબાર, સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક- જાંબુ શાખાના મેનેજર શ્રી ડી એન પડિયા,ઓફિસર શ્રી મનીશભાઈ દહિયા, કેશિયર શ્રીમતી નીકીતાબેન પટેલ, સાથી સહાયક શ્રી એમ કે ઝાલા, બેંક મિત્રો હાજર રહ્યા હતા.