સુરત : 22 જાન્યુઆરી
જે લોકોએ વેકિસન લીધી નથી તેના માટે ત્રીજી લહેર ખતરા રુપ છે : SMC કમિશનર
જિલ્લામાં કોરોનાના કહેરને અટકાવવા માટે મહાનગરપાલીકાના કમિશનરે લોકોને કોરોનામાં સાવચેતી રાખવા અને સમયસર વેક્સિન લેવા માટે અપીલ કરી હતી અને જે લોકોએ વેક્સિન લીધી નથી તેમના માટે આ સમય ખતરા સ્વરુપ છે તેવું પણ જણાવ્યું હતું.
શહેરમાં 39 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના કેસમાં વધારો થતા ધન્વંતરીરથ અને સંજીવનીરથમાં વધારો કરવામાં આવ્યો છે. ધન્વંતરીરથની સંખ્યા 140થી વધારીને 222 કરવામાં આવી છે, સંજીવની રથમની સંખ્યામાં પણ 129નો વધારો કરવામાં આવ્યો છે. આગામી અઠવાડીયામાં કોરોનાના કેસોમાં ઘટાડો થવાની સંભાવના છે.
સતત ત્રીજા દિવસે રાંદેરમાં સૌથી વધુ કેસ
સુરત શહેરમાં સતત કોરોના પગ પેસારો કરી રહ્યો છે. આજે ઘટાડા સાથે એક જ દિવસમાં સુરત 2576 કેસ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં ચાર દર્દીના મોત થયા છે. જ્યારે 2608 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત શહેરના રાંદેર ઝોનમાં સૌથી વધુ 593 કેસ નોંધાયા છે.
સુરતમાં કોરોના ઘાતક બન્યો, 4 દર્દીના મોત, નવા કેસ 2576, કોવિડનો કુલ આંકડો વધીને 1,88,460 પર પહોંચ્યો
કોરોના સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. સુરત શહેર જિલ્લામાં 1133 કેસના ઘટાડા સાથે નવા 2576 કેસ નોંધાયા છે. જેથી કોવિડનો કુલ આંકડો વધીને 1,88,460 પર પહોંચ્યો છે. જ્યારે 4 મોત સાથે મૃત્યુઆંક વધીને 2144 થયો છે. આજે શહેરમાંથી 2608 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 1,60,640 થયો છે. હાલ શહેર અને જિલ્લાના મળીને કુલ 25,694 એક્ટિવ કેસ છે.
7 વ્યક્તિઓ વરાછા ઝોન-બીના પુણા સીમાડા વિસ્તારના સહયોગ સોસાયટીમાં નોંધાયા છે. 9 વ્યક્તિઓ ઉધના ઝોન-એના ભેસ્તાન વિસ્તારના સંગમ સોસાયટીના એક જ વિસ્તારમાં નોંધાયા છે. 15 વ્યક્તિઓ ઉધના ઝોન-બીના ગર્ભણી વિસ્તારના રામેશ્વર નગરમાં નોંધાયા છે. જેથી તેને ક્લસ્ટર જાહેર કરી જાહેર જનતાની અવરજવર માટે બંધ કરવામાં આવેલ છે.
શુક્રવારે વરાછા ઝોનની તાપી કોલેજમાં કુલ 3 વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પોઝીટીવ આવતા બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કુલ 27 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે. જેમાં DPS, SVNIT, SD જૈન, ભૂલકા વિહાર, લાન્સર આર્મી, સેવન્થ ડે, શારદાયતન, ગજેરા સ્કૂલ, વિવેકાનંદ કોલેજ, ગુરુકુળ, PP સવાણી સહિતની સ્કૂલ-કોલેજોમાં વર્ગો બંધ કરાવી 378નું કોન્ટેકટ ટ્રેસિંગ કરાયું છે.