Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વિનય વાટિકા ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ...

સુરેન્દ્રનગર વિનય વાટિકા ખાતે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ

213
0
સુરેન્દ્રનગર : 16 એપ્રિલ

  • જૈન ધર્મના પાયાના સિદ્ધાંત જીવદયા, કરૂણા અને અહિંસાએ સમગ્ર માનવજાતને પ્રેરણા આપી છે
  • આત્મનિર્ભર ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ આવશ્યક

સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત વિનય વાટિકા ખાતે ૧૩૧ અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઝાલાવાડ રત્ન જૈનાચાર્ય ગુરૂ ભગવંત પ.પૂ. જગવલ્લભસૂરી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, જૈન ધર્મના પાયાના સિદ્ધાંત જીવદયા, કરૂણા અને અહિંસાએ સમગ્ર માનવજાતને પ્રેરણા આપી છે. મહાવીર ભગવાનનો જગત કલ્યાણક દિવસ ગઇ કાલે જ ઉજવાયો છે, ત્યારે આચાર્ય ભગવંતોની નિશ્રામાં મોક્ષમાર્ગ કોને કહેવાય અને મોક્ષમાર્ગ પર ચાલવાની સતત પ્રેરણા મળી રહે છે.


વધુમાં મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, વ્યક્તિના મનમાં કરૂણા, અહિંસા, પ્રેમ, જીવદયા હોય ત્યારે જ આચાર્ય ભગંવતોએ દર્શાવેલ મોક્ષ માર્ગ પર ચાલી શકાય છે. જીવ પ્રત્યેનો અહિંસાનો ભાવ અસર-પરસ જોડાયેલો છે. આપણે કોઇની હિંસા નહીં કરીએ તો આપણું કલ્યાણ થશે એટલે ફક્ત વિચાર બદલવાની આવશ્યકતા છે.
જૈન ધર્મમાં જીવદયાના ભાવનું ખૂબ જ મહત્વ છે ત્યારે આપણી ભવિષ્યની પેઢીને બચાવવા પાણીને ઘી ની જેમ વાપરવાનો અનુરોધ કર્યો હતો.


મુખ્યમંત્રી એ જીવદયા અંગે રાજ્ય સરકાર સતત ચિંતિત હોવાનું જણાવી આ વર્ષે બજેટમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ અભિયાન અંતર્ગત રૂપિયા ૫૦૦ કરોડની ફાળવણી કરી હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસ થકી આત્મનિર્ભર ગુજરાત બનાવવા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાર મુક્યો હતો.


કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આયોજક અને યજમાન પરિવાર દ્વારા વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જૈન અગ્રણી ગિરીશભાઇ શાહે રાજ્ય સરકારે અબોલ જીવો માટે બજેટમાં વિશેષ ગ્રાન્ટની ફાળવણી કરવા બદલ સમગ્ર જૈન સમાજ વતી આભાર વ્યક્ત કરી અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઝાલાવાડ રત્ન જૈનાચાર્ય ગુરૂ ભગવંત પ.પૂ. જગવલ્લભસૂરી મહારાજના આશીર્વાદ પાઠવ્યા હતા.


આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, સુરેન્દ્રનગર–દૂધરેજ–વઢવાણ નગરપાલિકાના પ્રમુખશ્રી વીરેન્દ્ર આચાર્ય અગ્રણી વર્ષાબેન દોશી, અનિરુદ્ધસિંહ પઢિયાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ, ચંદ્રશેખર દવે, જયેશભાઈ પટેલ, ઉત્પલભાઈ શાહ, ગિરીશભાઈ શાહ, કિશોરભાઇ કૂવાડિયા, જીગ્નેશભાઈ કોઠારી, ભૂપેન્દ્રભાઈ સંઘવી, હસુભાઈ શાહ અને યોગેશભાઈ શાહ તેમજ જૈન સમાજના અગ્રણીઓ સહિત મોટી  સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here