સુરેન્દ્રનગર : 17 એપ્રિલ
આયુષ મંત્રાલય હેઠળ કરવામાં આવતી વિવિધ કામગીરીથી અવગત કરવાના હેતુથી કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને અને આયુષ સચિવ પાંડિયનની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગરમાં આવેલ શિવ હોટલ ખાતે આયુષ અંગે વર્કશોપ યોજાયો હતો.
આ વર્કશોપમાં કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ આયુષ મંત્રાલય હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ લાભ જિલ્લાની પ્રજાને મળી રહે અને વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીથી અવગત થાય તે માટે આવા વર્કશોપનું આયોજન કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
આ તકે જિલ્લાની પ્રજાને આયુષમય અને આરોગ્યમય ઇલનેશ to વેલનેસ લઈ જવા માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા ચાલતી યોજનાઓ તથા મળતા લાભો થી વાકેફ કરવા માટે આયુષ સચિવ પાંડિયન દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી ના અંગત સચિવ એ.કે.ઔરંગાબાદકર, જિલ્લા કલેક્ટર કે.સી.સંપટ,જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મકવાણા, નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ઝાલા જિલ્લા શિક્ષણાધિકારી એસ. એમ. બારડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી કુમાર, જિલ્લા આયુર્વેદ અધિકારી પિનાકીન પંડ્યા તેમજ જિલ્લાના આયુષ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.