Home પાટણ સાંસદ ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી

સાંસદ ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી

165
0
પાટણ : 5 માર્ચ

કલેકટર કચેરીના સ્વર્ણિમ હૉલ ખાતે સાંસદ ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદે કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ યોજનાઓની સમિક્ષા કરી હતી. તેમજ પાટણ જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓના લક્ષ્યાંકો તેમજ તેની અમલવારી અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

આ બેઠકમાં સાંસદ ભરતસિંહજી ડાભીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામિણ), સ્વચ્છ ભારત મિશન, રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના સહિતની યોજનાઓ ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પી.એમ.જે.એ.વાય, આઇ.સી.ડી.એસ હેઠળની પુરક પોષણ, કિશોરી શક્તિ યોજના, પોષણ અભિયાન સહિતની યોજનાઓ, મધ્યાહન ભોજન યોજના, યુ.જી.વી.સી.એલ, પાણી પુરવઠા જેવી યોજનાઓ અંતર્ગત ફાળવવામાં આવેલા લક્ષ્યાંકો, પૂર્ણ કરવામાં આવેલા કામો, પ્રગતિ હેઠળના કામો તથા હાથ ધરવામાં આવનાર કામોના આયોજન સહિતની સમિક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

સાંસદ ભરતસિંહજી ડાભીએ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને સુચનાઓની ચુસ્ત અમલવારી થાય તેમજ સમયાંતરે અધિકારીઓ દ્વારા પડતર પ્રશ્નોનું ફોલો-અપ લેવાય તે માટે સુચન કર્યુ હતું. જિલ્લાના જનસામાન્ય સુધી યોજનાકીય લાભો સરળતાથી પહોંચે તે દિશામાં સૌ સાથે મળી કામ કરીએ તેમ પણ સાંસદે અનુરોધ કર્યો હતો.

 

અહેવાલ:  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here